________________
જીવ સાથે કર્મ બંધરૂપે અમુક કાળ સ્થિર રહે છે તે અધર્માસ્તિકાયનું
નિમિત્ત છે.
વળી ઉદયજનિત કર્મો ક્ષણે ક્ષણે ખરે છે તે ધર્માસ્તિકાયનું નિમિત્ત છે. તે કર્મોનું આત્મપ્રદેશ સાથે અમુક કાળ રહેવું તે કાળ દ્રવ્યનું નિમિત્ત છે.
જીવ અને કર્મપરમાણુઓ જે ક્ષેત્રમાં રહે છે તે આકાશ દ્રવ્યનું નિમિત્ત છે.
છતાં આ છ દ્રવ્યો સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ બાધક થતું નથી. જીવ અને પુદ્ગલમાં વિકાર થવાથી બંનેનો સંયોગ સંબંધ થાય છે. બાકીના ચાર દ્રવ્યો અવિકારી છે.
છતાં છ દ્રવ્યોમાં એક જીવ જ સચિદાનંદરૂપ છે. જ્ઞાનગુણનો ધારક છે. તેમાં સુખ ગુણ રહેલો છે. તેથી સાચા સુખની પ્રાપ્તિ માટે જીવે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થવાનું છે અને આત્માને જ ઉપાદેય માનવાનો
છે.
સુંદર ઘોડાને ચલાવતા સારથિ જેમ આનંદ પામે છે, તેમ શાણા સાધકને શિખામણ આપતા ગુરુ આનંદ પામે છે અને ધોડાને ચલાવતા સારથિ જેમ થાકી જાય છે તેમ શિષ્યને શિખામણ આપતાં ગુરુ પણ થાકી જાય છે.
કલ્યાણકારી શિક્ષાને પામ્યા છતાં જીવને ભાન ન થાય તો તે મારે માટે પાપરૂપ છે તેમ શિષ્ય માને છે.
વિનીત શિષ્ય આચાર્યના મનમાં રહેલું, વાણીથી બોલાયેલું જાણીને ૐ સાંભળીને તેનો સ્વીકાર કરી તે પ્રમાણે આચરણ કરે છે.
Jain Education International
અધ્યાય : ૫ તત્ત્વદોહન ૪૨ ૧૮૧
·
For Private & Personal Use Only
www.jainelibrary.org