________________
તત્ત્વદોહન અધ્યાય પાંચમાં વિષય બદલાય છે. સૃષ્ટિમાં મુખ્ય તત્ત્વ એ છે. જીવ અને અજીવ. જીવ તત્ત્વની સંસારયાત્રા ચાર અધ્યાય સુધી જાણી. હવે અજીવ તત્ત્વ શું છે તેનો જીવ સાથે શું સંબંધ છે. અજીવ તત્ત્વની વિચારણા શા માટે કરવી તે આ અધ્યાયમાં ગ્રંથકાર જણાવે છે.
પાંચ અજીવ દ્રવ્યોના સ્વરૂપથી એક મોટી ભ્રમણા ટળે છે કે આ જગતનો કોઈ કર્તા કે હર્તા છે. આ પાંચે દ્રવ્યોનું પરિણમન તે સૃષ્ટિની રચના, પરિવર્તન, સર્જન આદિનું કારણ છે. આવુ કથન અન્યત્ર કોઈ શાસ્ત્રમાં જાણવા મળતું નથી એ સર્વજ્ઞના જ્ઞાનનું સામર્થ્ય છે.
જીવતત્ત્વની શ્રદ્ધા કરવી તે પ્રયોજનભૂત છે. પણ અજીવ તત્ત્વની શ્રદ્ધા શું હોઈ શકે ! ભાઈ તારી તદ્દન નજીકનું અજીવ તત્ત્વ પુદ્ગલરૂપ તારું શરીર છે.જગતના મોટા ભાગના જીવો આ શરીરને જ આત્મા માને છે. શરીરના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. પોતે પોતાના શુદ્ધાત્માનો સ્વામી છે. તેમ માનવાને બદલે શરીરનો સ્વામી માને છે. એ શરીરના નાશે પોતાનો નાશ માને છે. આવી ભ્રમણાથી મુક્ત થવા અજીવ તત્ત્વને જાણવું અગત્યનું છે. સવિશેષ પુદ્ગલને.
જીવ અને પુદ્ગલનો સંયોગિક સંબંધ છે પણ જ્ઞાન-દર્શન ગુણો જેવો તદ્રુપ સંબંધ નથી. તે બંને દ્રવ્યોના મૂળ લક્ષણથી સમજાય છે. વળી અન્ય દ્રવ્યો સાથે નિમિત્ત સંબંધ છે. “પરસ્પર ઉપગ્રહો જીવનામુ આ પાંચે દ્રવ્યો અન્યોન્ય નિમિત્તને અનુસરે છે. જેમકે જીવ અને પુદ્ગલને ધર્માસ્તિકાય ગતિ સહાયક થાય અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક થાય. આકાશાસ્તિકાય જગા આપે. કાળ પરિવર્તનમાં ઉપકારક થાય. આમ વિચારે તો જીવ અન્ય દ્રવ્યનું કે અન્ય પદાર્થનું કંઈ કરી શકતો નથી. પરસ્પર નિમિત્ત બને છે.
આ પાંચે દ્રવ્યોમાં અન્યથી ભિન્ન એવા અસાધારણ લક્ષણ છે. જેમકે જીવનનું ચૈતન્ય અને પુદ્ગલને સ્પર્શદિ-રૂપીપણું વગેરે. કેટલાક લક્ષણો સમાન છે. જેમકે વસ્તુત્વ વસ્તુનું સ્વ-પરિણમન. પ્રમેયત્વ =
અધ્યાય : ૫ • તત્ત્વદોહન # ૧૭૯
*
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org