________________
અરૂપી દ્રવ્યોના પરિણામ અનાદિ છે. તે દ્રવ્યો જ્યારથી છે ત્યારથી છે જ, તે નવા ઉત્પન્ન થયા નથી, માટે તે અનાદિ છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશત્વ, લોકાકાશ વ્યાપિત્વ, ગતિ સહાયકતા અગુરુલઘુત્વ વગેરે, તે પ્રમાણે અન્ય અરૂપી દ્રવ્યોના પરિણામ અનાદિ છે. આદિમાન પરિણામ
रूपिष्वादिमान्
રુપિથ્વાદિમાન્ રુપિષુ-આદિમાન્
૫-૪૩
૫૪૩
૫-૪૩
રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે.
પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, તેમાં શ્વેતરૂપ આદિ પરિણામ આદિમાન છે, તેનું પ્રતિ સમયે પરિણમન થાય છે. મૂળ ધર્મ વર્ણ આદિમાન નથી. તે તો અનાદિથી છે.
જોકે પ્રવાહની અપેક્ષાએ તો રૂપી દ્રવ્યોમાં પરિણમન અનાદિ છે, વ્યક્ત થવાથી અપેક્ષાએ આદિમાન પરિણામનું કથન કર્યું છે. છતાં સૂત્રકારે અરૂપી દ્રવ્યોમાં અનાદિ અને રૂપી દ્રવ્યોમાં અદિમાન પ્રવાહ હોય છે તેમ કહ્યું તે બાળ જીવોને સમજવા માટે સૂક્ષ્મ અને સ્થૂલ પરિણામની અપેક્ષાએ જાણવું.
योगोपयोगी जीवेषु
યોગોપયોગૌ જીવેષુ યોગ-ઉપયોગો જીવેષુ
જીવમાં યોગ ઉપયોગ બે પરિણામો અનાદિ છે.
Jain Education International
૫-૪૪
૫-૪૪
૫-૪૪
પુદ્ગલના સંયોગથી આત્મામાં ઉત્પન્ન થતો વીર્યનો (શક્તિ) પરિણામ વિશેષ તે યોગ છે, અને જ્ઞાનદર્શન ઉપયોગ છે. આ બંને પરિણામો ઉત્પન્ન થવાથી અને નષ્ટ થતાં હોવાથી આદિમાન છે. છતાં પ્રવાહની દૃષ્ટિએ આત્મા સદા ઉપયોગવંત હોવાથી અનાદિ અને ઉપયોગ બદલાતો રહેવાથી આદિમાન સમજવું.
૧૭૮ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org