________________
આંખની એક પલકમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. અમદાવાદથી અમેરિકા ટેલિફોન જોડતાં જાણે એક જ ક્ષણે બંને વ્યક્તિ વાત કરતી જણાય છે. ધારો કે અમેરિકા દસ હજાર માઇલ દૂર હોય તો પ્રથમ શબ્દને ત્યાં પહોંચતાં ક્ષણનો કેટલામો ભાગ થાય તેમાં અસંખ્ય સમય જાય છે.
કાળના બે ભેદ છે. ૧. નૈૠયિક, ૨. વ્યવહારિક,
નૈક્ષયિક : કાળની વર્તના, તે લોક અને અલોક બંનેમાં છે. વ્યવહારિક કાળ, સમયથી માંડીને પૂરા કાળ ચક્ર સુધીનો કાળ વ્યવહારિક કાળ લોકમાં અને તે પણ અઢી દ્વીપમાં જ છે. કારણ કે આ કાળની ગણત્રી જ્યોતિશ્ચક્રના પરિભ્રમણથી થાય છે. અને તે જ્યોતિશ્ર્વનું પરિભ્રમણ અઢી દ્વીપમાં જ છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કાળદ્રવ્યના પરિવર્તનરૂપ વર્તનાદિ પર્યાય છે, જીવોમાં થતાં વર્તના પર્યાયોમાં કાળ ઉપકારક-નિમિત્ત છે. તેથી ઉપચારથી દ્રવ્ય કહ્યું છે.
કાળ જીવ અને અજીવ બંનેની વર્તનામાં ઉપકારક છે છતાં અજીવ દ્રવ્યની બહુલતા અને મૂર્તતાને આશ્રયીને કાળને અજીવ કહેવામાં આવે છે.
.
અસંખ્ય સમયો
આવલિકા
૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ.*
સાધિક ૧૭) ક્ષુલ્લક ભવ = ૧ શ્વાસોચ્છ્વાસ [પ્રાણ]. ૭ શ્વાસોચ્છ્વાસ (પ્રાણ) = ૧ સ્ટોક.
૭ સ્ટોક - ૧ લવ
www
૩૮૦ લવ = ૧ ઘડી ૨ ઘડી = ૧ મુહૂર્ત
જેનાથી અન્ય નાનો ભવ ન હોય તે નાનામાં નાનો ભવ. આ ભવ નિગોદના જીવોને અને મતાંતરે સઘળા લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને હોય છે.
અધ્યાય : ૫ • સૂત્ર : ૩૯ ૪ ૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org