________________
જઘન્ય ગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી.
પુદ્ગલોમાં જે જે સ્નિગ્ધ કે રૂક્ષ ગુણ હોય તે તે સઘળા પુદ્ગલો તે તે ગુણની સમાન હોય તેવો નિયમ નથી. તેમાં અલ્પાધિકતા હોય છે.
જેમ દૂધ બકરી કે ભેંસનું હોય, તેમાં સ્નિગ્ધ ગુણ સમાન નથી. તેમ રાખ, ધાન્યનાં ફોતરાં બંનેમાં રૂક્ષતા છે પણ સમાન નથી. એટલે પુદ્ગલોમાં આ ગુણો સમાન પણ હોય અને અલ્પાધિક પણ હોય છે.
ગુણનો અવિભાજ્ય અંશ જે પુદ્ગલમાં હોય તે એકગુણ પુદ્ગલ કહેવાય. તે પ્રમાણે એક ગુણથી માંડીને અનંતગુણ પુદ્ગલ હોય છે. ઉત્તરોત્તર તેમાં વૃદ્ધિ થાય છે. આથી પુદ્ગલોમાં ગુણની અલ્પાધિકતાને કારણે ઘણા ભેદ છે. તેનો મુખ્યત્વે ત્રણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૧. જધન્ય ગુણ. ૨. મધ્યમ ગુણ ૩. ઉત્કૃષ્ટ ગુણ. જે પુદ્ગલમાં સૌથી ઓછો ગુણ હોય તે જધન્ય ગુણ છે. જે પુદ્ગલમાં સૌથી વધુ હોય તે ઉત્કૃષ્ટ ગુણ છે. તે સિવાય સર્વ પુદ્ગલો મધ્યમ ગુણ કહેવાય
છે.
બંધન વિષયમાં બીજો અપવાદ
૫-૩૪
गुणसाम्ये सदृशानाम् ગુણસામ્ય સદૃશાનામ્ ૫-૩૪ ગુણસામ્યું સદૃશાનામ્
૫-૩૪
ગુણની સમાનતા હોય તો તેવો સદૃશ-સમાન પુદ્ગલોનો બંધ થતો નથી.
ગુણની સમાનતા એટલે ગુણની તરતમતાનો અભાવ. શાળામાં ભણતા વિદ્યાર્થીમાં અનુક્રમે ૫૦, ૬૦ કે ૭૦ ગુણાંક ધરાવતા હોય તેઓ તે તે ક્રમથી અસમાન છે. ૫૦ ગુણાંકવાળા બધા જ વિદ્યાર્થી ગુણાંકમાં સમાન છે.
Jain Education International
અધ્યાય ૫ • સૂત્ર : ૩૪ ૪ ૧૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org