________________
વળી પરસ્પર વિરુદ્ધ છતાં પ્રમાણસિદ્ધ ધર્મો (ગુણ કે ભાવ)નો સમન્વય વસ્તુમાં થઈ શકે છે.
જેમકે આત્મા સ્વસ્વરૂપે સત-સ્વમાં વિદ્યમાન છે, પણ વસ્ત્ર-પાત્ર આદિ પરપદાર્થમાં અસતુ-અવિદ્યમાન છે. આત્મામાં ચૈતન્ય સ્વસ્વરૂપે છે, પણ વર્ણાદિ પરસ્વરૂપે છે. એટલે સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ છે. ચૈતન્ય લક્ષણથી આત્મા સમાન છે, પરંતુ કર્મજનિત અવસ્થામાં આત્માની અવસ્થાઓ ભિન્ન છે. વ્યક્તિ તરીકે પણ ભિન્ન છે.
જેમકે એક જ વ્યક્તિ પિતારૂપે છે અને તે જ વ્યક્તિ પુત્રપણે છે. બંને સંબંધમાં પરસ્પર વિરુદ્ધતા છે છતાં એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ ઘટી શકે છે.
સ્યાદ્વાદમાં દરેક ધર્મના અસ્તિત્વનો નિર્ણય અપેક્ષાએ હોય છે. એક લાકડી મોટી છે, તે નાની લાકડીની અપેક્ષાએ. તેમ જે વસ્તુ અપેક્ષાએ નિત્ય છે, તે વસ્તુ અપેક્ષાએ અનિત્ય પણ છે. સાપેક્ષ દર્શનમાં સમાધાન છે. સંઘર્ષ કે સંશય નથી. પરંતુ વિરુદ્ધ લક્ષણો છતાં દરેક લક્ષણનું સ્વતંત્ર અસ્તિત્વ ટકે છે.
નિઘ-ક્ષત્રાવસ્થા પ-૩૨ સ્નિગ્ધ-રૂક્ષત્પાબંધ પ-૩૨
સ્નિગ્ધ-રૂક્ષતા બંધઃ પ-૩૨ | સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શથી પુદ્ગલોનો બંધ થાય છે. બંધ એટલે પુદ્ગલોનું (સ્કંધ-પરમાણુ) પરસ્પર જોડાઈને એકમેક થવું. આવું જોડાણ પુગલમાં રહેલા સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શગુણથી થાય છે. અર્થાત્ સ્નિગ્ધ કે રૂક્ષ સ્પર્શવાળા પુલોનું અન્યોન્ય જોડાણ થાય છે.
બંધના વિષયમાં પ્રથમ અપવાદ ન ગ ચગુણના પ-૩૩ ન જઘન્ય ગુણાનામ્ પ-૩૩ ન જઘન્ય-ગુણાનામ્ પ-૩૩
૧૬૮ તત્ત્વમીમાંસા
...
Jain Education International
For Priyate & Personal Use Only
www.jainelibrary.org