________________
વસ્તુરૂપે બન્યું નથી. અહીં કાપડ તાકારૂપે નાશ પામીને કોટ આદિ વસ્ત્ર રૂપે ઉત્પન્ન થવા છતાં કાપડરૂપે કાયમ-નિત્ય રહે છે.
હવે આપણે એક ઘડા તરફ દૃષ્ટિ કરીએ. સ્થૂળ દૃષ્ટિથી વિચાર કરતાં ઘણા કાળ સુધી આપણને ઘડો જેવો છે તેવો ને તેવો જ દેખાય છે, તેમાં કોઈ જાતનું પરિવર્તન દેખાતું નથી. પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો એ ઘડામાં પ્રતિસમય પરિવર્તન થઈ રહ્યું છે. દા.ત. એ ઘડો બન્યો તેને અત્યારે વિવલિત કોઈ એક સમયે બે વર્ષ થયાં છે. એટલે તે ઘડો અત્યારે વિવલિત સમયે બે વર્ષ જૂનો કહેવાય. બીજા જ સમયે એ ઘડો બે વર્ષ અને એક સમય જેટલો જૂનો બને છે. આથી પૂર્વના કરતાં વર્તમાન સમયમાં તેનામાં કાળકૃત પરિવર્તન આવી ગયું. ત્યાર પછીના સમયે તે ઘડો બે વર્ષ અને બે સમય જેટલો જૂનો બને છે. આમ બીજા પણ રૂપ આદિના અનેક સૂક્ષ્મ ફેરફારો પ્રત્યેક સમયે થયા કરે છે. પણ તે ફેરફારો – પરિવર્તનો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતાં નથી. જ્યારે કોઈ સ્થૂલ પરિવર્તન થાય છે ત્યારે જ આપણને ખ્યાલમાં આવે છે. આમ પ્રત્યેક સમયે ઘટમાં પરિવર્તન થવા છતાં તે ઘટરૂપે કાયમ રહે છે, આથી ઘટ પરિણામી નિત્ય છે. આમ દરેક વસ્તુમાં સમજવું.
તાતસિડ પ-૩૧ અર્પિતાનર્પિતસિદ્ધ ૫-૩૧
અર્પિત અનર્પિત-સિદ્ધ ૫-૩૧
એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ અર્પિત (અપેક્ષાએ) અને અનર્પિત
અપેક્ષાના અભાવથી) થાય છે.
પદાર્થ-વસ્તુ માત્રમાં અનેક ધર્મો એકસાથે હોય છે. જે સમયે જેની મુખ્યતા હોય તેને લક્ષ્યમાં રાખીને આપણે વસ્તુને જાણીએ છીએ.
અધ્યાય : ૫ • સૂત્રઃ ૩૧ ૪ ૧૬૭
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org