________________
છે અને પર્યાયરૂપ અંશ અસ્થિર (ઉત્પાદ-વ્યયશીલ) હોય છે. આથી સત્ દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત હોય છે.
નિત્યનું લક્ષણ
तद्भावाव्ययं नित्यम् તદ્ ભાવાવ્યયં નિત્યમ્ તદ્-ભાવ-અવ્યયં નિત્યમ્
જે વસ્તુ તેના પોતાના ભાવથી અવ્યય રહે, એટલે કે પોતાના ભાવથી રહિત ન બને, તે નિત્ય.
નિત્યતાની આ વ્યાખ્યા દરેક સત્ વસ્તુમાં ઘટે છે. દરક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાના ભાવને – મૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામે છે એટલે અનિત્ય છે અને પરિવર્તન પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતી નથી માટે નિત્ય છે. આને પરિણામી નિત્ય કહેવામાં આવે છે. પરિણામ (-પરિવર્તન) પામવા ‘છતાં નિત્ય રહે તે પરિણામી નિત્ય.
૫-૩૦
૫-૩૦
૫-૩૦
સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવામાં આવે તો ખ્યાલ આવ્યા વિના ન રહે કે કોઈપણ વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા વિના રહેતી નથી. દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે થોડુંધણું પરિવર્તન અવશ્ય થયા કરે છે. પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું જ સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતું નથી. આ પરિવર્તન સર્વજ્ઞ ભગવંતો જ જોઈ શકે. આપણે માત્ર સ્થૂલ સ્થૂલ પરિવર્તનને જ જોઈ શકીએ છીએ. વસ્તુમાં સૂક્ષ્મરૂપે કે સ્કૂલરૂપે પરિવર્તન થવા છતાં તે પોતાના સ્વરૂપને [દ્રવ્યત્વને] કદી છોડતી નથી. આથી તમામ વસ્તુઓ પરિણામી નિત્ય છે. દા.ત. કાપડનો તાકો કાપીને કોટ વગેરે વસ્ત્રો બનાવ્યાં. અહીં તાકાનો નાશ થયો અને કોટ આદિ વસ્ત્રની ઉત્પત્તિ થઈ છતાં મૂળ દ્રવ્યમાં [કાપડપણામાં] કોઈ જાતનો ફેરફાર થયો નથી. કાપડ કાપડરૂપે મટીને કાગળરૂપે કે અન્ય કોઈ
૧૬૬ ૭ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org