________________
પૂર્વે કહ્યું છે કે ભેદથી, સંઘાતથી અને ભેદ-સંઘાતથી એમ ત્રણ રીતે સ્કંધોની ઉત્પત્તિ થાય છે. આ ત્રણમાંથી જે સ્કંધો કેવળ ભેદથી કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થાય છે તે સ્કંધો આંખોથી જોઈ શકાતા નથી. જે કંધો ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થાય છે તે જ સ્કંધો આંખોથી જોઈ શકાય છે.
તાત્પર્ય એ આવ્યું કે અત્યંત સ્થૂલ પરિણામવાળા સ્કંધો જ આંખોથી જોઈ શકાય છે. એ સ્કંધો કેવળ ભેદ કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થતા નથી, કિન્તુ ભેદ-સંઘાતથી જ ઉત્પન થાય છે. ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલા બધા સ્કંધો જોઈ શકાય છે એવો નિયમ નથી. પણ જે સ્કંધો જોઈ શકાય છે તે સ્કંધો ભેદ-સંઘાતથી જ ઉત્પન્ન થયેલા હોય છે એવો નિયમ છે. અહીં ચક્ષુથી ગ્રાહ્ય બને છે એ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇંદ્રિયોથી ગ્રાહ્ય બને છે એમ સમજવું. અર્થાત્ ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલા સ્કંધો ઇંદ્રિયગ્રાહ્ય બને છે.
સનું લક્ષણ
૫-૨૯
ઉત્પાત-વ્યય-ધ્રૌવ્યયુક્ત્ત-સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્
૫-૨૯
૫-૨૯
જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય ત સત્
કહેવાય.
આ ત્રણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે આ જગતમાં વિદ્યમાન નથી. સત્॰ વસ્તુમાત્રમાં સદા ઉત્પાદ આદિ ત્રણે અવશ્ય હોય છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલ નાશ. ધ્રૌવ્ય એટલે સ્થિરતા. દરેક વસ્તુ પ્રતિસમય પર્યાય રૂપ ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે; તથા દ્રવ્ય રૂપે સ્થિર પણ રહે છે. દરેક વસ્તુમાં બે અંશો હોય છે. (૧) દ્રવ્યાંશ અને (૨) પર્યાયાંશ. તેમાં દ્રવ્યરૂપ અંશ સ્થિર (ધ્રુવ) હોય
Jain Education International
અધ્યાય : ૫
·
સૂત્ર : ૨૯ ૭ ૧૬૫
For Private & Personal Use Only
―
www.jainelibrary.org