________________
પ્રકારના સ્પર્શે અનિયત હોય છે. [સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, રૂક્ષ-શીત એ ચાર વિક્લ્પોમાંથી ગમે તે બે સ્પર્શો હોય છે.] રસ, ગંધ અને વર્ણ બંને પ્રકારના સ્કંધોમાં સર્વ પ્રકારના હોય છે. પરમાણુ અને સ્કંધ બંને પુદ્ગલ રૂપે સમાન હોવા છતાં બંનેની ઉત્પત્તિનાં કારણો ભિન્ન હોવાથી ભિન્ન છે.
સ્કંધની ઉત્પત્તિનાં કારણો
संघातभेदेभ्यः उत्पद्यन्ते સંઘાતભેદમ્ય ઉત્પદ્યન્તે સંઘાત-ભેદેભ્યઃ ઉત્પદ્યન્તે
૫-૨૬
૫-૨૬
૫-૨૬
સંઘાત, ભેદ અને સંઘાત-ભેદ એ ત્રણ કારણોમાંથી કોઈ પણ એક કારણથી સ્કંધની ઉત્પત્તિ થાય છે.
(૧) સંઘાત એટલે જોડાવું = ભેગું થવું. બે અણુના સંઘાતથી-પરસ્પર જોડાવાથી ધણુક [= બે અણુનો] સ્કંધ ઉત્પન્ન થાય છે. બે અણુમાં એક અણુ જોડાવાથી ઋણુક [= ત્રણ અણુનો] સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ અણુમાં એક અણુ જોડાવાથી ચતુરણુક [= ચાર અણુનો] સ્કંધ ઉત્પન્ન થાય છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત અણુના સંઘાતથી ક્રમશઃ સંખ્યાતાણુક, અસંખ્યાતાણુક અને અનંતાણુક સ્કંધ ઉત્પન્ન થાય
છે.
(૨) ભેદ એટલે છૂટું પડવું. અનંતાણુક સ્કંધમાંથી એક અણુ છૂટો પડે તો એક અણુ ન્યૂન અનંતાણુક સ્કંધ બને છે. બે પરમાણુ છૂટા પડે તો બે પરમાણુ ન્યૂન અનંતાણુક અંધ બને છે. એમ પરમાણુઓ છૂટા પડતાં પડતાં અનંતાણુક સ્કંધ અસંખ્યાતાણુક બની જાય તો એ અસંખ્યાતાણુક સ્કંધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. અસંખ્યાતાણુક સ્કંધમાંથી ઉ૫૨ મુજબ પરમાણુઓ છૂટા પડતાં પડતાં સંખ્યાતાણુક બની જાય તો એ સંખ્યાતાણુક સ્કંધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. સંખ્યાતાણુક સ્કંધમાંથી પણ એક, બે વગેરે ૫૨માણુ છૂટા પડતાં પડતાં યાવત્ માત્ર
અધ્યાય ઃ ૫
સૂત્ર ઃ ૨૬ ૪ ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org