________________
૨. અનિત્થલક્ષ્ય લાંબું, ગોળ વગેરે શબ્દોથી જેનું વર્ણન ન થઈ અમુક સંસ્થાન છે એમ ન કહી શકાય તે. જેમ કે
શકે
મેઘ
આદિનું સંસ્થાન.
–
૬. ભેદ : એક વસ્તુના ભાગ પડવા તે ભેદ. ભેદના પાંચ પ્રકાર છે : ઔત્કરિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર અને અનુતટ.
(૧) ઔત્કરિક : લાકડા આદિને કાપવા વગેરેથી થતો ભેદ. (૨) ચૌર્ણિક : ઘઉં આદિને દળવા આદિથી થતો ભેદ.
ખંડ કરવાથી થતો ભેદ.
(૩) ખંડ : લાકડા વગેરેના ટુકડા (૪) પ્રતર : અભ્રક વગેરેના થતા પટલ-પડ તે પ્રતરભેદ. (૫) અનુતટ : વાંસ, શેરડી, છાલ, ચામડી વગેરે છેદવાથી થતો
ભેદ.
૭. અંધકાર : અંધકાર એ કાળા રંગે પરિણમેલા પુદ્ગલોનો સમૂહ છે, નહિ કે પ્રકાશના અભાવ રૂપ. કારણ કે તેનાથી દૃષ્ટિનો પ્રતિબંધ થાય છે. જેમ એક વસ્તુથી અન્ય વસ્તુ ઢંકાઈ જાય તો અન્ય વસ્તુ દેખાતી નથી, તેમ અહીં અંધકારથી વસ્તુઓ ઢંકાઈ જાય છે, એથી વસ્તુઓ આંખ સામે હોવા છતાં દેખાતી નથી. અંધકાર યુગલ સ્વરૂપ હોય તો જ તેનાથી દૃષ્ટિનો પ્રતિબંધ થઈ શકે. અંધકારના પુદ્ગલો ઉપર જ્યારે પ્રકાશનાં કિરણો ફેલાય છે, ત્યારે અંધકારના અણુઓ વસ્તુઓને આચ્છાદિત કરી શક્તા નથી. જ્યારે પ્રકાશનાં કિરણો ખસી જાય છે ત્યારે અંધકારના પુદ્ગલોનું આવરણ આવી જવાથી આપણે વસ્તુને જોઈ શકતા નથી.
=
૮. છાયા : છાયા બે પ્રકારની છે. (૧) તર્ણ પરિણત છાયા અને (૨) આકૃતિ રૂપ છાયા. દર્પણ આદિ સ્વચ્છ દ્રવ્યોમાં શરીર આદિના પુદ્ગલો શરીર આદિના વર્ણ આદિ રૂપે પરિણામ પામે છે. સ્વચ્છ દ્રવ્યોમાં મૂળ વસ્તુના વર્ણ આદિ રૂપે પરિણામ પામેલા પુદ્ગલોને તર્ણ પરિણત છાયા કે પ્રતિબિંબ કહેવામાં આવે છે.
૧૬૦ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org