________________
સમય પડી રહેવાથી કટાઈ ગયેલી સોયો સમાન. જેમ આવી સોયોને છૂટી પાડીને ઉપયોગમાં લેવામાં ઘણી મહેતન કરવી પડે, તેમ કર્મો પોતાનું ઘણું ફળ આપીને જ છૂટાં પડે તેવો બંધ નિધત્ત બંધ, જેમકે કોઈ પ્રકારે આર્તધ્યાન જેવા પરિણામ કર્યા પછી તેને વળી તેવા પરિણામ દ્વારા દૃઢ ર્યા હોય તો તે પ્રાયશ્ચિત્ત જેવા પ્રકારથી છૂટા પડે. (૪) નિકાચિત બંધ : ઘણથી કૂટીને એકમેક બનાવેલી સોયો સમાન. જેમ
:
આવી સોયો ઉપયોગમાં લઈ ન શકાય, તેમાંથી નવી સોયો બનાવવાની મહેનત કરવી પડે, તેમ કર્યો પોતાનું પૂર્ણ ફળ આપ્યા વિના છૂટા પડે જ નહિ, પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકા૨નો બંધ તે નિકાચિત બંધ. ઘણા ક્લેશિત પરિણામ દ્વારા વારંવાર તે જ કર્મનો બંધ થતો રહે તો તે ઉદય થયે ભોગવ્યે જ છૂટકો થાય.
૩. સૂક્ષ્મતા : અંત્ય અને આપેક્ષિક એમ સૂક્ષ્મતાના બે ભેદો છે. પરમાણુની સૂક્ષ્મતા અંત્ય સૂક્ષ્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કોઈ પુદ્ગલ નથી. આથી પરમાણુમાં રહેલી સૂક્ષ્મતા અત્યંત છેલ્લામાં છેલ્લી છે. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સૂક્ષ્મતા અપેક્ષિત સૂક્ષ્મતા છે. જેમકે આમળાની અપેક્ષાએ બોર સૂક્ષ્મ છે. ચતુરણુક સ્કંધની અપેક્ષાએ ઋણુક સ્કંધ સૂક્ષ્મ છે.
૪. સ્થૂલતા ઃ સૂક્ષ્મતાની જેમ સ્થૂલતાના પણ અંત્ય અને આપેક્ષિક એમ બે ભેદ છે. સંપૂર્ણ લોકવ્યાપી સ્કંધની સ્થૂલતા અંત્ય છે. કારણ કે મોટામાં મોટું પુદ્ગલદ્રવ્ય લોકસમાન હોય છે. આલોકમાં કોઈ દ્રવ્યની ગતિ ન હોવાથી લોકના પ્રમાણથી કોઈ પુદ્ગલ દ્રવ્ય મોટું નથી. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સ્થૂલતા આપેક્ષિક સ્થૂલતા છે. જેમ કે આમળાથી કેરી સ્થૂલ છે. ચતુરણુક સ્કંધથી પંચાણુક સ્કંધ સ્થૂલ છે.
૫. સંસ્થાન : સંસ્થાન એટલે આકૃતિ. ઇત્યં લક્ષણ અને અનિત્યં લક્ષણ એમ આકૃતિના બે ભદ છે.
લાંબું, ગોળ, ચતુરસ્ત્ર, વગેરે રીતે જેનું વર્ણન થઈ શકે તે, ૧. ઇથંલક્ષણ, જેમ ૐ – વસ્ત્ર, મકાન વગેરેની આકૃતિ.
૫ સૂત્ર : ૨૪ ૪ ૧૫૯
Jain Education International
અધ્યાય
For Private & Personal Use Only
www.jainelibrary.org