________________
ગાયો વધારે દૂધ આપે છે. અમુક પ્રકારના શબ્દપ્રયોગથી રોગોનો પણ નાશ કરી શકાય છે. આ હકીકતને આજે વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા સિદ્ધ કરી આપી છે.
૨. બંધ : બંધ એટલે પરસ્પર બે વસ્તુઓનો સંયોગ-મિલન. પ્રયોગબંધ અને વિસ્ત્રસાબંધ એમ બંધના બે ભેદ છે :
(૧) જીવના પ્રયત્નથી થતો બંધ પ્રયોગબંધ. જીવ સાથે શરીરનો, જીવ સાથે કર્મોનો તથા લાખ અને લાકડાનો ઇત્યાદિ બંધ પ્રયોગબંધ છે.
(૨) જીવના પ્રયત્ન વિના થતો બંધ વિસ્ત્રસાબંધ. વીજળી, મેઘ વગેરેનો બંધ વિસ્ત્રસાબંધ છે. અમુક પ્રકારના પુદ્ગલોના મિલનથી વીજળી, મેઘ વગેરે ઉત્પન્ન થાય છે. અહીં પુદ્ગલોનું મિલન કોઈ જીવના પ્રયત્નથી થતું નથી, કિન્તુ સ્વાભાવિક થાય છે.
જીવ સાથે કર્મોનો બંધ શાસ્ત્રોમાં જુદી જુદી દૃષ્ટિએ અનેક પ્રકારે બતાવવામાં આવ્યો છે. તેમાં ફળની અપેક્ષાએ કર્મબંધના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે.
૧. સૃષ્ટ, ૨. બદ્ધ, ૩. નિધત્ત અને ૪. નિકાચિત.
(૧) સ્પષ્ટ બંધ : પરસ્પર અડેલી સોયો સમાન. જેમ પરસ્પર અડીને સોયોને છૂટી કરવી હોય તો અડવા માત્રથી છૂટી કરી શકાય, વિખેરી શકાય; તેમ કર્મો વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી પ્રદેશોદયથી ભોગવાઈને આત્માથી છૂટા પડી જાય તેવો બંધ તે સ્પષ્ટ બંધ. જેમકે મનમાં કોઈ દુર્ભાવ થયો પણ તે વિચારને સામાન્ય પ્રયત્નથી દૂર થાય ત્યારે તે કર્મ વિશેષ ફળ આપ્યા વગર નિર્જરી જાય.
(૨) બદ્ધ બંધ : દોરાથી બંધાયેલી સોયો સમાન. જેમ દોરાથી બંધાયેલી સોયોને છૂટી કરવી હોય તો દોરો છોડવાની જરા મહેનત ક૨વી પડે. તેમ કર્મો થોડું ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકારનો બંધ બદ્ધ બંધ. કોઈ સંયોગમાં થયેલા કલેશનિત પરિણામ થોડા વધુ પ્રયત્નથી દૂર થાય ત્યારે તે કર્મો થોડું ફળ આપીને છૂટાં ડે.
(૩) નિધત્ત બંધ : દોરાથી બંધાયેલી અને વપરાશ વિના ઘણો
૧૫૮ ૭ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org