________________
છે એ સિદ્ધ થાય છે.
શબ્દની ઉત્પત્તિ વિસ્ત્રસાથી (સ્વાભાવિક રીતે) અને પ્રયોગથી એમ બે રીતે થાય છે. વાદળ, વીજળી વગેરેનો અવાજ કોઈ પણ જાતના જીવના પ્રયોગ વિના સ્વાભાવિક રીતે (વિસ્ત્રસાથી) ઉત્પન્ન થાય છે. પ્રાયોગિક શબ્દના (-પ્રયોગથી ઉત્પન્ન થતા શબ્દના) છ ભેદો છે. તત, વિતત, ઘન, શુષિર, સંઘર્ષ અને ભાષા.
(૧) તત : હાથના પ્રતિઘાતથી ઉત્પન્ન થતા ઢોલ વગેરેના શબ્દો. (૨) વિતત : તારની સહાયથી ઉત્પન્ન થતા વીણા વગેરેના શબ્દો. (૩) ઘન : કાંસી વગેરે વાજિંત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા શબ્દો.
(૪) શુષિર : પવન પૂરવાથી વાંસળી, પાવો વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો.
(૫) સંઘર્ષ : લાકડા વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતો
ધ્વનિ.
(૬) ભાષા : જીવના મુખના પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો. ભાષા બે પ્રકારની છે. વ્યક્ત અને અવ્યક્ત. બેઇંદ્રિય આદિ જીવોની ભાષા અવ્યક્ત છે. મનુષ્ય આદિની ભાષા વ્યક્ત છે. વર્ણ, પદ અને વાક્યસ્વરૂપ ભાષા વ્યક્ત ભાષા છે. ક, ખ, ગ વગેરે વર્ણો છે. વિભક્તિ યુક્ત વર્ણોનો સમુદાય પદ છે. પદોનો સમુદાય વાક્ય છે.
તીડો ઢોલના અવાજને સાંભળતા નથી. પણ શબ્દ પુદ્ગલ રૂપ છે. ઢોલથી ઉત્પન્ન થતા અવાજના પુદ્ગલો ચારે બાજુ ફેલાય છે. ફેલાયેલા શબ્દના પુદ્ગલોની તીડોના શરીર ઉપર પ્રહાર રૂપે અસર થાય છે. શબ્દના પુદ્ગલોનો પ્રહાર સહન ન થવાથી તીડો ઊડી જાય છે. જેમ શબ્દના પુદ્ગલોની પ્રાર આદિથી પ્રતિકૂળ અસર થાય છે, તેમ સંગીત આદિ દ્વારા અનુકૂળ અસર પણ થાય છે. આથી જ અમુક અમુક વનસ્પતિઓ-વૃક્ષો વગેરેને સંગીતના પ્રયોગથી જલદી અને વધારે વિકસિત કરી શકાય છે. ગાયોને દોહતી વખતે સંગીત સંભળાવવાથી
Jain Education International
અધ્યાય : ૫
•
સૂત્ર : ૨૪ ૪ ૧૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org