________________
ક્રિયાનો પ્રથમ સમયથી પ્રારંભ થતો હોય છે, તે વર્તના કાળનું કાર્ય
છે.
પરિણામ = પરિવર્તન-ફેરફાર.
દ્રવ્યમાં પોતાની સત્તાનો ત્યાગ થયા વગર થતો ફેરફાર. મૂળદ્રવ્યમાં પૂર્વપર્યાયનો વ્યય-નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે પરિણામ. જેમકે મનમાં ઊઠતા પૂર્વ વિચારનું જવું અને નવા વિચારનું ઉત્પન્ન
થવું.
ક્રોધની પ્રવૃત્તિનો વ્યય થવો અને ક્ષમાભાવ ઉત્પન્ન થવો એવી રીતે વર્ણાદિમાં થતાં ઉત્પત્તિ અને વ્યય, ધર્માસ્તિકાય આદિમાં અગુરુલઘુ ગુણની હાનિવૃદ્ધિરૂપ પરિણામ છે.
ક્રિયા = ગતિ. તેના ત્રણ ભેદ છે. પ્રયોગ, વિસ્ત્રસા અને મિશ્ર
ગતિ.
પ્રયોગ ગતિ : જીવના પ્રયત્નથી થતી ગતિ જેમકે હરવું ફરવું. વિસ્તૃસા : જીવના પ્રયત્ન વિના થતી ગતિ જેમકે શ્વાસોચ્છ્વાસનું
થવું.
મિશ્ર : જીવના પ્રયત્ન અને સ્વાભાવિક બંને પ્રકારે મિશ્ર થતી ક્રિયા, જેમકે માઇકમાં બોલવું. ઢોલનું વગાડવું.
પરત્વ-અપરત્વ બંને પરસ્પર સાપેક્ષ છે. તેના ત્રણ ભેદ છે. ૧. પ્રશંસાકૃત, ૨. ક્ષેત્રકૃત, ૩. કાળકૃત
પ્રશંસાકૃત : જેમકે બ્રહ્મચર્યાદિ ધર્મ શ્રેષ્ઠ (પ્રરત્વ) છે; અબ્રહ્મ કનિષ્ઠ છે (અપરત્વ).
ક્ષેત્રકૃત : અમદાવાદથી મુંબઈ દૂર છે (પરત્વ). અમદાવાદથી સૂરત નજીક છે (અપરત્વ).
કાળકૃત ઃ ૧૦ વર્ષના કુમાર કરતાં ૧૬ વર્ષનો કુમાર મોટો છે (૫૨), ૧૬ વર્ષના કુમાર કરતાં ૧૦ વર્ષનો કુમાર નાનો છે (અ૫૨).
પરત્વ = મોટાપણું, પ્રશંસનીયપણું, દૂરપણું
અપરત્વ = નાનાપણું, નિર્દેનીકપણું, નજીકપણું.
અધ્યાય : ૫ · સૂત્ર : ૨૨ ૪ ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org