________________
-----
-
નામ ----- - માતાના
પુદ્ગલનું લક્ષણ સ્પર્શ-રસ-શ્વ વર્ણવત્તર પુકાના પ-૨૩ સ્પર્શ-રસ-ગંધ-વર્ણવન્તઃ પુદ્ગલાઃ પ-૨૩ સ્પર્શ-રસ-ગંધ-વર્ણવન્તઃ પુદ્ગલા પ-૨૩
પુદ્ગલો સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણવાળા હોય છે. પુદ્ગલમાં સ્પર્ધાદિ ચારે ગુણો સાથે જ રહે છે. તેમાં ગૌણતા અને મુખ્યતા હોય છે. જેમકે વસ્ત્રમાં કે પાત્રમાં આપણે રંગ કે આકાર • જોઈ શકીએ છીએ. તેમાં વર્ણ રૂપ મુખ્ય છે. પણ તે વસ્ત્ર પાત્રમાં
સ્પર્ધાદિ પણ હોય છે. એ પ્રમાણે દરેક પદાર્થમાં સ્પર્ધાદિની ગૌણતા મુખ્યત્વે હોય છે. -
આપણે જે કંઈ ઈદ્રિયો દ્વારા અનુભવીએ છીએ તે સર્વે પૌદ્ગલિક પદાર્થો છે. તે નિરંતર પરિણમન પામ્યા કરે છે. એ પરિણમન એટલું સૂક્ષ્મ હોય છે કે તે આપણને નરી નજરે દેખાતું નથી. જેમ પદાર્થમાં સઘનતા કે સ્કૂલતા તેમ પરિણમન સૂક્ષ્મ જણાય છે. અને કોમળ કે પ્રવાહી પદાર્થોનું પરિણમ શીઘ્રતાથી જણાય છે.
પત્થર, લોઢું કે અન્ય ધાતુ જેવા પદાર્થોનું નિરંતર પરિણમન થાય છે, પરંતુ તે જલ્દી જાણવામાં આવતું નથી. ફૂલ કે ફળ કે રસ જેવા પદાર્થોનું પરિણમન આપણને શીઘ્રતાથી જણાય છે. અર્થાત્ પદાર્થમાત્રની ક્રિયા જ ક્ષણે ક્ષણે પરિણમનની છે. પદાર્થની ધ્રુવતા છે, તેથી પદાર્થ ટકે છે અને તેની અવસ્થાઓ બદલાય છે. એટલે જ્ઞાનીજનોએ પૌગલિક પદાર્થોને નાશવંત, ક્ષણિક અને પરિવર્તનશીલ કહ્યા છે, અને તેનું મહત્વ ત્યાગવાનું કહ્યું છે.
સમસ્ત વિશ્વ આ પદાર્થોના વિષયમાં જ આક્રાંત છે. ચેતન તત્ત્વ કે જે શાશ્વત છે, સુખદાયક છે તેને આ પૌદ્ગલિક મોહના ખેલમાં વિસ્તરણ કરે છે. પુદ્ગલનું વર્ણન કરવાનો આશય પણ એ જ છે કે જીવો તેના સ્વરૂપને જાણે અને તેના તરફના મમત્વને ત્યાગ કરી સન્માર્ગે વળે.
૧૫૪ જ તત્ત્વમીમાંસા
w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org