________________
રોગની શાંતિ માટે નિમિત્ત કારણ છે. કારણ કે માટી માટીરૂપે રહે છે. માટીનું રૂપાંતર થતું નથી.
પરસ્પરોપગ્રહો નીવાના પ-૨૧ પરસ્પરોપગ્રહો જીવનામ્ પ-૨૧ પરસ્પર-ઉપગ્રહો જીવાનામ્ પ-૨૧
પરસ્પર સહાય કરવી તે જીવોનો ઉપકાર છે. ઉપકાર : નિમિત્ત. અન્યોન્ય સુખદુઃખાદિમાં નિમિત્ત થવું. જીવો સ્વામી-સેવક, મિત્ર-શત્રુ આદિ ભાવો દ્વારા પરસ્પર અન્યોન્ય કાર્યોમાં નિમિત્ત બનીને પરસ્પર ઉપકાર કરે છે. સ્વામી ધન આપવા દ્વારા, અને સેવક સેવા દ્વારા ઉપકાર કરે છે, મૈત્રી દ્વારા હિત કરીને અથવા શત્રુભાવે વૈર રાખીને અન્યોન્ય જીવો નિમિત્ત થાય છે.
वर्तना-परिणाम-क्रिया-परत्वापरत्वे च कालस्य ૫-૨૨ વર્તના-પરિણામ-ક્રિયા-પરવા પરત્વે ચ કાલસ્ય પ-૨૨ વર્તના-પરિણામ-ક્રિયા-પરત્વ-અપરત્વે ચ કલસ્ય પ-૨૨
વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળનો ઉપકાર છે.
આ ગ્રંથમાં કાળને દ્રવ્યરૂપે ગણના કરી નથી. છતાં અન્ય મતે કાળ દ્રવ્ય મનાય છે, તેથી તેનું નિમિત્ત ઉપકાર-કાર્ય જણાવે છે. વર્તન (વર્તવું) : પ્રતિસમય દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય રૂપ સ્વસત્તાયુક્ત નિમિત્તરૂપ વર્તના થયા કરે છે. દરેક દ્રવ્ય-સ્વયં વર્તી રહ્યા છે તેમાં કાળ નિમિત્ત બને છે. જોકે પ્રસ્થજીવો પ્રતિ સમયે થતી વર્તના સૂક્ષ્મ હોવાથી જાણી શકતા નથી. પરંતુ જેમ કેરી જેવું કાચું ફળ અમુક સમયે પાકીને પીળું બને છે, નાનું બાળક વિકાસ પામીને યુવાન થાય છે, ખુરશી જેવી વસ્તુઓ નવામાંથી જૂની થાય છે, આ ક્રિયા પ્રતિ સમયે થાય છે પરંતુ આપણે તેને અમુક સમય થયા પછી જાણીએ છીએ. તે
૧૫ર જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org