________________
શ્વાસોચ્છવાસરૂપે પરિણાવે છે, તે પછી તેને છોડી દે છે. શ્વાસોચ્છવાસ રૂપે પરિણમેલા તે પુલોને છોડી દેવા તે પ્રાણાપાન છે, તે પૌદ્ગલિક
છે.
ભાષા, મન, વાણી, પ્રાણાપાન ચારે વ્યાઘાત (ન) પામે છે. અને અભિભવ (પ્રગટ) થાય છે તેથી પૌલિક છે. सुख-दुःख-जीवित-मरणोपग्रहाच
૫-૨૦ સુખ-દુઃખ-જીવિત-મરણોપગ્રહાશ્ચ
૫-૨૦ સુખ-દુઃખ-જીવિત-મરણ-ઉપગ્રહાઃ ચ
પ-૨૦ સુખ, દુઃખ, જીવન, મરણ એ પણ પુદ્ગલોનો ઉપકાર-કાર્ય છે.
૧. સુખ : પ્રીતિરૂપ પરિણમન છે. તેમાં સાતવેદનીય કર્મનો ઉદય તે સુખનું અંતરંગ કારણ છે, અને બાહ્ય સામગ્રી મળવી તે બાહ્ય કારણ છે. બંને કારણો પૌદ્ગલિક હોવાથી સુખ પુદ્ગલનું કાર્ય છે.
૨. દુઃખ : અસાતાવેદનીય કર્મના ઉદયરૂપ અંતરંગ કારણ અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિરૂપ બાહ્ય કારણથી ઊપજતો પરિતાપ તે દુઃખ છે, તે પુદ્ગલનું કાર્ય છે.
૩. જીવિત ભવસ્થિતિમાં કારણ આયુષ્યકર્મના ઉદયથી પ્રાણનું ટકી રહેવું તે જીવન છે. તેમાં આયુષ્યકર્મ પ્રાણ વગેરે પૌલિક હોવાથી જીવને પુદ્ગલનો ઉપકાર છે. •
મરણ : વર્તમાન જીવનનો અંત, તે આયુષ્યકર્મનો ક્ષય છે. તે રોગ, વિષભક્ષણ એવા પુલોની સહાયથી થાય છે, તેથી તે પુદ્ગલનો ઉપકાર (કાર્ય છે.
સુખદુઃખાદિ પર્યાયો જીવમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તે પુદ્ગલો દ્વારા થતા હોવાથી પૌલિક છે. શરીર, મન આદિમાં પુદ્ગલ પરિણમન છે તેથી તે ઉપાદાન કારણ છે, સુખદુઃખાદિ પ્રત્યે પુદ્ગલ નિમિત્ત કારણ છે. જેમ ઘડો થવામાં માટી ઉપાદાન કારણ છે. તેમ તે ઔષધ રૂપે
| અધ્યાયઃ ૫ • સૂત્રઃ ૨૦ ૪ ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org