________________
છે. ઔદારિક આદિ પાંચે શરીર પુગલના છે.
વાફ = વાણી = ભાષા. ભાષા પૌદ્ગલિક છે. જીવને જ્યારે બોલવાનો વિકલ્પ ઊઠે છે ત્યારે આકાશમાં રહેલા ભાષાવર્ગણાને (ભાષારૂપે બનાવી શકાય તેવા પુદ્ગલોને) ગ્રહણ કરે છે, તેને પ્રયત્નવિશેષથી ભાષારૂપે પરિણાવે છે, તે પરિણમેલા પુદ્ગલો તે શબ્દ છે. તે ગ્રહણ કરેલા પુદ્ગલોને છોડી દેવા એટલે બોલવું. ભાષા રસનેન્દ્રિય દ્વારા બોલાય છે. અને ફક્ત શ્રવણેન્દ્રિય દ્વારા સંભળાય છે. શબ્દો રૂપી છે તેથી ઈન્દ્રિયગ્રાહ્ય છે. તે પુદગલો સૂક્ષ્મ હોવાથી જોઈ ન શકાય.
મતિ-શ્રુત જ્ઞાનાવરણના વીયતરાય ક્ષયોપશમથી અંગોપાંગ નામકર્મના ઉદયથી આત્માની વિશિષ્ટ શક્તિનો ઉદય તે ભાવભાષા છે, અને તે દ્વારા પ્રેરિત થઈને વચન રૂપે પરિણત થતા ભાષાવર્ગણાના
ધો દ્રવ્યભાષા છે. સંભળાયેલા શબ્દોના પુદ્ગલો ચારે બાજુ વેરાઈ જવાથી પુનઃ સંભળાતા નથી. ગ્રામોફોન કે કેસેટમાં શબ્દરૂપ પુદ્ગલને સંસ્કારિત કરવાથી તે પુનઃ સંભળાય છે.
મન : મન પણ પૌગલિક પરિણમન હોવાથી પૌગલિક છે. જીવ જ્યારે વિચાર કરે છે ત્યારે પ્રથમ આકાશમાં રહેલા મનોવર્ગણાના પુગલોને ગ્રહણ કરે છે. તે પછી મનરૂપે પરિણાવે છે, પછી તે પુદ્ગલોને છોડી દે છે, મનરૂપે પરિણમતા પુદ્ગલો મન છે, અને તેને છોડી દેવા તે વિચાર છે.
મનના બે ભેદ છે દ્રવ્યમાન અને ભાવમન.
દ્રવ્યમન : વિચાર કરવામાં સહાયક મનરૂપે પરિણમેલા મનોવર્ગણાના પુદ્ગલો તે દ્રવ્યમાન છે.
ભાવમન: બે ભેદવાળું છે. લબ્ધિ અને ઉપયોગ.
વિચાર કરવાની શક્તિ તે લબ્ધિરૂપ ભાવમન, વિચાર એ ઉપયોગરૂપ ભાવમન છે. તે પુડ્ઝલાવલંબિત હોવાથી ઉપચારથી તે પૌલિક છે.
પ્રાણાપાન : (શ્વાસોચ્છવાસ) જીવ જ્યારે શ્વાસોચ્છવાસ લે છે ત્યારે પ્રથમ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે પછી
૧૫૦ # તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org