________________
પુદ્ગલના સંખ્યાત-અસંખ્યાત અને અનંત પ્રદેશો છે.
પુદ્ગલ સ્કંધ સંખ્યાત અસંખ્યાત અનંત અને અનંતા અનંત . પ્રદેશવાળું છે.
પુદ્ગલના પ્રદેશો પોતાના સ્કંધથી જુદા પડે છે. પરંતુ બીજા ચાર અસ્તિકાય દ્રવ્યોના પ્રદેશો જુદા પડતા નથી, કારણ કે તે દ્રવ્યો અરૂપી છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશોમાં સંકોચ-વિસ્તાર નથી, પણ જીવ તથા પુદ્ગલના પ્રદેશો સંકોચ-વિસ્તારવાળા છે. નાનું શરીર મોટું થતું જાય તેમ પ્રદેશો વધતા નથી પણ અન્ય પ્રદેશોનો વિકાસ થતો જાય છે. જીવ અરૂપી છતાં શરીરના યોગે રૂપી મનાય છે. તેથી તેમાં સંકોચ-વિસ્તાર સંભવિત છે. પુદ્ગલમાં સંકોચ-વિસ્તાર થાય છે. દીપકને નાની પેટીમાં મૂકવામાં આવે તો તેટલા ભાગમાં પ્રકાશ સમાઈ જાય છે અને તે દીપકને મોટા ઓરડામાં મૂકવામાં આવે તો પ્રકાશ વિસ્તાર પામે છે. તેમાં પુદ્ગલ પ્રદેશનો વિસ્તાર છે.
નાળો:
નાણોઃ
ન અણોઃ
અણુ-પરમાણુને પ્રદેશો નથી.
અણુ પોતે અંતિમ અવિભાજ્ય અંશ છે. તે ચક્ષુઅગોચર છે. તે કેવળજ્ઞાનનો વિષય બને છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્ય છે. તે નાનામાં નાનું પરિમાણ છે. પ્રદેશ રહી શકે તેટલા ભાગમાં પરમાણુ ૨હે છે.
જોકે પરમાણુની પર્યાયરૂપે અંશોની કલ્પના કરવામાં આવી છે. કેમકે ૫૨માણુમાં વર્ણ ગંધ રસ આદિ અનેક પર્યાય (અવસ્થા) છે. તેથી પરમાણુમાં વ્યક્તિપણે ભાવપરમાણુ અનેક મનાય છે.
અધ્યાય : ૫ • સૂત્ર : ૧૧ ૭ ૧૪૫
Jain Education International
૫-૧૧
૫-૧૧
૫-૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org