________________
ઉષ્ણ યુગલો ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. આથી જ શિયાળામાં પાણી ઓછું વાપરવા છતાં પેશાબ ઘણો થાય છે, અને ઉનાળામાં પાણી ઘણું વાપરવા છતાં પેશાબ અતિ અલ્પ થાય છે. આ અનાભોગ લોમાહાર પ્રતિસમય થાય છે. જ્યારે આભોગ લોમાહાર અમુક સમયે જ થાય છે. અહીં દેવોમાં આહારનું અંતર આભોગ રૂપ લોમાહારની અપેક્ષાએ છે. દેવોને જ્યારે આહારની ઈચ્છા થાય છે ત્યારે તેમના પુણ્યોદયથી મનથી કલ્પિત આહારના શુભ પુગલો સ્પર્શનેન્દ્રિય દ્વારા શરીરપણે પરિણમે છે. શરીર રૂપે પરિણમેલા એ પુદ્ગલો શરીરને પુષ્ટ કરે છે. અને મનમાં વૃદ્ધિ થવાથી આહૂલાદનો અનુભવ થાય છે. દેવોને આપણી જેમ પ્રક્ષેપાહાર-કવલાહાર હોતો નથી.
વિદના : દેવોને સામાન્યથી શુભવેદનાસુખાનુભવ હોય છે. છતાં વચ્ચે વચ્ચે અશુભવેદના દુઃખાનુભવ પણ થાય છે. સતત શુભવેદના છ મહિના સુધી હોય છે. છ મહિના પછી અશુભવેદના થાય છે. અશુભવેદના વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અંતર્મુહૂર્ત બાદ પુનઃ શુભવેદના શરૂ થાય છે. -
ઉપપાતઃ અન્ય તીર્થિકો જૈનેતર તીર્થિકો ૧૨મા દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્યચારિત્રલિંગી મિથ્યાષ્ટિઓ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ સંયતો સૌધર્મથી આરંભી સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. આથી એ સિદ્ધ થયું કે સમ્યગ્દષ્ટિ સંયતો જઘન્યથી પણ સૌધર્મથી નીચે ઉત્પન્ન ન થાય. જઘન્યથી સૌધર્મ દેવલોકમાં જ ઉત્પન્ન થાય. ચૌદ પૂર્વધરો બ્રહ્મલોકથી સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે.
અનુભાવ : વિમાનો તથા સિદ્ધશિલા કોઈ જાતના આધાર વિના આકાશમાં રહેલ છે. આમાં લોકસ્થિતિ જ કારણ છે. જગતમાં અનેક બાબતો એવી છે કે જે લોકસ્વભાવથી લોકસ્થિતિથી જ સિદ્ધ થાય છે.
, તીર્થકર ભગવંતોના જન્માભિષેક, કેવળજ્ઞાનોત્પત્તિ, મહાસમવસરણની રચના તથા નિર્વાણ આદિના સમયે દ્રોનાં આસન
અધ્યાય : ૪ • સૂત્રઃ ૨૨ જ ૧૨૫
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
w
----
MAMAMDA
------
Jain Education International
For Private & Personal Use Only
wow.jainelibrary.org