________________
અમારા
દેવો સંબંધી વિશેષ માહિતી શ્વાસોશ્વાસ અને આહાર :
જઘન્ય સ્થિતિવાળા (-૧૦ હજાર વર્ષની સ્થિતિવાળા) દેવો સાત સાત સ્તોકે એકવાર શ્વાસોશ્વાસ લે છે અને એક અહોરાત્ર થતાં આહાર કરે છે. પલ્યોપમની સ્થિતિવાળા દેવો એક એક દિવસે* એક વાર શ્વાસોશ્વાસ લે છે અને રથી ૯ દિવસે આહાર કરે છે. ત્યારબાદ જેમને જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા પક્ષે એક શ્વાસોશ્વાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય છે. આહારના ભેદઃ - ઓજાહાર, લોમાહાર અને પ્રક્ષેપાહાર (ક્વલાહાર) એમ આહારના ત્રણ ભેદ છે. '
ઓજાહાર ઃ ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપિની નિષ્પત્તિ સુધી (મતાંતરથી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિની નિષ્પત્તિ સુધી) ગ્રહણ કરાતા પુદ્ગલોનો આહાર.
લોમાહાર : શરીર પર્યાપ્તિ (મતાંતરે સ્વયોગ્ય પર્યાપ્તિ) પૂર્ણ થયા બાદ સ્પર્શનેંદ્રિય (- ચામડી) દ્વારા ગ્રહણ કરાતા પુલોનો આહાર.
પ્રક્ષેપાહાર : કોળિયાથી ગ્રહણ કરાતો આહાર, દેવોને ઓજાહાર અને લોમાહાર એ બે પ્રકારનો આહાર હોય છે. અહીં દેવોના આહારનો જે નિયમ બતાવવામાં આવ્યો છે તે લોકાહારને આશ્રયીને છે.
લોમાહારના બે ભેદ છે – આભોગ અને અનાભોગ. જાણતાં ઇરાદાપૂર્વક જે લોમાહાર તે આભોગ લોમહાર. જેમ કે – શિયાળામાં મનુષ્યાદિ પ્રાણીઓ ઠંડી દૂર કરવા સૂર્ય આદિના ઉષ્ણ પુદ્ગલોનું સેવન કરે છે. અજાણતાં ઇરાદા વિના જે લોમાકાર થાય તે અનાભોગ લોમાહાર છે. જેમ કે શિયાળામાં શીતળ અને ઉનાળામાં * બૃહત્સંગ્રહણીમાં આ વિષયમાં થોડો તફાવત છે. ત્યાં “૧૦ હજાર વર્ષથી અધિક
અને સાગરોપમથી ન્યૂન સ્થિતિવાળા દેવો ૨ થી ૯ મુહૂર્ત શ્વાસોશ્વાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે” એમ જણાવ્યું છે.
AMAMARAAAAAAAAAAMAANVAWMAKANANANANANANAMAN
:
૧૨૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org