________________
દેવો નીચે રત્નપ્રભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિર્યઅસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. સનત્કુમાર માયેંદ્રના દેવો નીચે શર્કરાપ્રભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિğ અસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એમ ક્રમશઃ વધતાં અનુત્તરદેવો સંપૂર્ણ લોકનાડીને જોઈ શકે છે. જે દેવોમાં ક્ષેત્રથી અવધિજ્ઞાનનો વિષય સમાન છે તે દેવોમાં પણ ઉપર ઉપરના પ્રસ્તર અને વિમાનોની અપેક્ષાએ અધિક અધિક અવધિજ્ઞાન હોય છે. એ જ પ્રમાણે અવધિજ્ઞાનની વિશુદ્ધિ પણ ઉપર ઉપર અધિક હોય છે.
ઉપર ઉપર ગતિ આદિની હીનતા गति - शरीर - परिग्रहाभिमानतो हीनाः ગતિ-શરીર-પરિગ્રહાભિમાનતો હીનાઃ ગતિ-શરીર-પરિગ્રહ-અભિમાનતઃ હીનાઃ
ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન આ ચાર બાબતો ઉપર ઉપરના દેવોમાં ક્રમશઃ હીન હીન હોય
છે.
(૧) અહીં ગતિ શબ્દથી અન્ય સ્થળે ગમન કરવાની શક્તિ વિવક્ષિત છે. જે દેવોની જધન્યસ્થિતિ બે સાગરોપમ છે તે દેવો નીચે સાતમી પૃથ્વી સુધી અને તિર્યક્ અસંખ્ય યોજન સુધી જઈ શકે છે. ત્યાર બાદ જેમ જેમ જઘન્ય સ્થિતિ બે સાગરોપમથી ઓછી તેમ તેમ ક્રમશઃ ગતિની શક્તિ હીન હીન થતી જાય છે. યાવત્ સર્વજધન્ય સ્થિતિવાળા દેવો નીચે ત્રીજી પૃથ્વી સુધી જઈ શકે છે. શક્તિની અપેક્ષાએ
આ વિચારણા છે. ગમન તો માત્ર ત્રીજી પૃથ્વી સુધી થાય છે. શક્તિ હોવા છતાં દેવો પ્રયોજનવશાત્ પૃથ્વી સુધી જાય છે, પ્રાયઃ* એથી
સીતેંદ્ર ચોથી નરકમાં ગયા હતા. આથી અહીં પ્રાયઃ કહ્યું છે.
૧૨૨ ૭ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
૪-૨૨
૪-૨૨
૪-૨૨
www.jainelibrary.org