________________
ઉપર ઉપર સ્થિતિ આદિની અધિકતા स्थिति-प्रभाव-सुख-द्युति-लेश्या-विशुद्धीन्द्रियाऽवधि विषयतोऽधिकाः
૪-૨૧ સ્થિતિ-પ્રભાવ-સુખ-શુતિ-લેશ્યાવિશુદ્ધિ-ઈન્દ્રિયાડ ' - વધિ-વિષયતોડધિકાઃ
૪-૨૧ સ્થિતિ પ્રભાવ-સુખ-ઘુતિ-લેશ્યા-વિશુદ્ધિ-ઈન્દ્રિય
અવધિ-વિષયત અધિકાર ૪-૨૧ સ્થિતિ, પ્રભાવ, સુખ, દુતિ, વેશ્યાવિશુદ્ધિ, ઈદ્રિયવિષય અને અવધિવિષય એ સાત બાબતો ઉપર ઉપરના દેવોમાં કમશઃ અધિક અધિક હોય છે.
(૧) સ્થિતિ એટલે દેવગતિમાં રહેવાનો કાળ. આ અધ્યાયના ૨૯માં સૂત્રથી સ્થિતિનું પ્રકરણ શરૂ થશે તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. (૨) નિગ્રહ-અનુગ્રહની શક્તિ, અણિમાદિ લબ્ધિઓ, અન્ય ઉપર વર્ચસ્વ વગેરે પ્રભાવ છે. આ પ્રભાવ ઉપર ઉપર અધિક હોય છે. પણ ઉપર ઉપરના દેવો મંદ અભિમાનવાળા અને અલ્પ ક્લેશવાળા હોવાથી નિગ્રહાદિ માટે પ્રાયઃ પ્રવૃત્તિ કરતા નથી. (૩) સાતાવેદનીય કર્મના ઉદયથી બાહ્ય વિષયોમાં ઈષ્ટ અનુભવ રૂપ સુખ ઉપર ઉપરના દેવોને અધિક હોય છે. (૪) યુતિ એટલે દેહ, વગ્ન, આભૂષણ વગેરેની ક્રાંતિ. (૫) લેશ્યાનું નિરૂપણ આગળ આવશે. પણ અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે જે દેવોમાં સમાન વેશ્યા છે, તેમાં પણ ઉપર ઉપરના દેવોને અધિક અધિક વિશુદ્ધિ હોય છે.
(ક) ઉપર ઉપર ચક્ષુ આદિ ઈદ્રિયો અધિક પટુ હોવાથી ઈદ્રિય વિષય અધિક છે. ઉપર ઉપરના દેવો અધિક દૂર આંખ દ્વારા જોઈ શકે છે. એમ અન્ય ઈદ્રિયો વિશે પણ જાણવું. (૭) ઉપર ઉપરના દેવોને અવધિજ્ઞાન વિશુદ્ધ અને વિશેષ વિશેષ હોય છે. સૌધર્મ-ઈશાન કલ્પના
અધ્યાય - ૪ • સૂત્રઃ ૨૧ ૪ ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org