________________
- - -
-
-
-
-
-
- -
- - - -
-
- -
wwwwwww પર તારામ
પ્રશ્ન : આ સૂત્રમાં સઘળા શબ્દોનો એક જ સમાસ ન કરતાં જુદા જુદા સમાસો કરવામાં આવ્યા છે. તેનું શું કારણ ?
ઉત્તર : સર્વપ્રથમ સૌધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોનો સમાસ કરવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે સહઝાર સુધી મનુષ્યો અને તિર્યંચો એ બંને પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કેવળ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. આ ભેદ બતાવવા સૌધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોનો અલગ સમાસ કરવામાં આવ્યો છે. આનત-પ્રાણત એ બે કલ્પોમાં સમુદિત એક ઈદ્ર છે તથા આરણ-અય્યત એ બે કલ્પોમાં સમુદિત એક ઈદ્ર છે એ જણાવવા આનત-પ્રાણત એ બે શબ્દોનો તથા આરણ-અય્યત એ બે શબ્દોનો અલગ અલગ સમાસ કરવામાં આવ્યો છે. નવરૈવેયક સુધી ઉત્પન્ન થનારા જીવો બહુલકંસારી પણ હોઈ શકે છે. જ્યારે વિજયાદિમાં ઉત્પન્ન થનારા જીવો અલ્પસંસારી જ હોય છે. આ ભેદને બતાવવા રૈવેયક શબ્દનો અસમસ્ત (-સમાસહિત) પ્રયોગ કર્યો છે. વિજયાદિ ચાર વિમાત્રમાં ઉત્પન્ન થનારા જીવો થોડા (સંખ્યાતા) ભવ કરીને મોક્ષમાં જાય, જ્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થનારા , જીવો એક ભવે મોક્ષ પામે છે. આ રહસ્યનું સૂચન કરવા વિજયાદિ ચાર શબ્દોનો સમાસ કર્યો અને સર્વાર્થસિદ્ધનો અસમસ્ત પ્રયોગ કર્યો.
બ્રહ્મકલ્પમાં લોકાંતિક દેવો રહે છે, એ જણાવવા બ્રહ્મશબ્દની સાથે લોક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે..
ડોકના અલંકારને રૈવેયક કહેવામાં આવે છે. લોકને આપણે પુરુષની ઉપમા આપીએ તો નવ રૈવેયક લોકરૂપ પુરુષની ગ્રીવાના = ડોકના સ્થાને છે, ગ્રીવાના આભરણ રૂપ છે. આથી તેમને રૈવેયક કહેવામાં આવે છે.
રૈવેયકની ઉપરના વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો અલ્પસંસારી હોવાથી ઉત્તમ=પ્રધાન છે. તેમનાથી કોઈ દેવો ઉત્તમ-પ્રધાન નથી. આથી તેમનાં વિમાનોને અનુત્તર કહેવામાં આવે છે. અથવા દેવલોકને અંતે આવેલા હોવાથી તેમની ઉત્તર પછી કોઈ વિમાનો ન હોવાથી અનુત્તર કહેવાય છે.
w
તજજwwwwww ના
નામત
૧૨૦ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org