________________
પૂર્વાને પૂર્વાગે ગુણતાં [૮૪ લાખને ૮૪ લાખે ગુણતા] એક પૂર્વકાળ
થાય છે.
આ સઘળો કાળ જ્યોતિષ્કની સળંગ ગતિની અપેક્ષાએ છે. આ સઘળો કાળ સ્થૂલ છે. સમય વગેરે સૂક્ષ્મકાળ છે. જ્યોતિષ્કની ગતિથી સ્થૂળ કાળની જ ગણતરી થાય છે, સમય આદિ સૂક્ષ્મકાળની નહિ. સર્વ જઘન્ય ગતિવાળા પરમાણુને એક આકાશ પ્રદેશથી અનંતર બીજા આકાશ પ્રદેશમાં જતાં જેટલો કાળ થાય તે એક સમય. આ કાળ અત્યંત સૂક્ષ્મ છે. કેવળી પણ આ કાળનો ભેદ ન કરી શકે, અને નિર્દેશ પણ ' ન કરી શકે. આવા અસંખ્ય સમયોની એક આવલિકા. સંખ્યાતી આવલિકાનો એક ઉચ્છવાસ-નિચ્છવાસ. [બળવાન, ઈદ્રિયોથી પૂર્ણ, નીરોગી, મધ્યમ વયવાળા અને સ્વસ્થ મનવાળા પુરુષના એક શ્વાસોશ્વાસનો એક પ્રાણ. સાત પ્રાણનો એક સ્તોક. સાત સ્તોકનો એક લવ. ૩૮ લવની નાયિકા-ઘડી. બે નાલિકાનો એક મુહૂર્ત. ૩૦ મુહૂર્તનો એક અહોરાત્ર.
મનુષ્યલોકની બહાર જ્યોતિષ્કની સ્થિરતા बहिरवस्थिताः
૪-૧૬ બહિરવસ્થિતાઃ ૪-૧૬
બહિ: અવસ્થિતાઃ ૪-૧ મનુષ્યલોકની બહાર સર્વ જ્યોતિષ્ક વિમાનો અવસ્થિત-સ્થિર છે .
મનુષ્યલોકની બહારના ચંદ્ર-સૂર્ય આદિ સ્થિર હોવાથી સૂર્યાદિનો પ્રકાશ જ્યાં પહોંચતો નથી ત્યાં સદા અંધકાર અને જ્યાં પહોંચે છે ત્યાં સદા પ્રકાશ રહે છે. મનુષ્યલોકની બહાર મનુષ્યક્ષેત્રનાં જ્યોતિષ વિમાનોથી અર્ધ પ્રમાણમાં વિમાનો હોય છે. તે વિમાનોનાં કિરણો સમશીતોષ્ણ હોવાથી સુખકારી હોય છે. ચંદ્રનાં કિરણો અત્યંત શીતળ હોતાં નથી, તથા સૂર્યનાં કિરણો અત્યંત ઉષ્ણ હોતાં નથી, કિન્તુ બંનેનાં
- અધ્યાયઃ ૪• સૂત્રઃ ૧૬ ૧૧૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org