________________
MARADONA SODOROROOOO
n
a
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwanaowanaw
મૈથુનસેવનનો અભાવ છે.
૧૨ મા દેવલોક પછી નવરૈવેયક અને પાંચ અનુત્તર દેવો વસે છે. તેઓ મૈથુનસેવન કરતા નથી. મૈથુનસેવન એ વેદના ઉદયથી જાગેલી કામવાસનાના ક્ષણિક પ્રતિકારરૂપ છે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવોને તેવી કામવાસના જાગતી નહિ હોવાથી તેનો ક્ષણિક પ્રતિકાર કરવાની જરૂર રહેતી નથી. આથી તેઓ મૈથુનસેવન વિના પણ અત્યંત સુખ-આનંદનો અનુભવ કરે છે.
ભવનપતિ નિકાયના દશ ભેદોનાં નામો भवनवासिनोऽसुरनागविद्युत्सुवर्णाग्निवातस्तनितोदधिदीपदिक्कुमाराः
૪-૧૧ ભવનવાસિનોડસુરનાગવિઘુસુવર્ણાગ્નિવાસ્તનિતોદધિ હીપદિકુમારા
૪-૧૧ ભવનવાસિનઃ અસુર-નાગવિદ્યુત-સુવર્ણ-અગ્નિ-વાત
સ્વનિત-ઉદધિ-દ્વીપ-દિકકુમારા ૪-૧૧ અસુરકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર એ પ્રમાણે ભવનપતિ નિકાયના દશ ભેદોનાં નામો છે.
અસુરકુમારો મોટા ભાગે આવાસોમાં રહે છે, ક્યારેક ભવનોમાં પણ રહે છે. બાકીના નાગકુમારાદિ નવ પ્રકારના દેવો પ્રાયઃ ભવનોમાં જ રહે છે. આવાસો દેહપ્રમાણ ઊંચા અને સમચોરસ હોય છે. આવાસો ચારે બાજુથી ખુલ્લા હોવાથી મોટા મંડપ જેવા લાગે છે. ભવનો બહારથી ગોળ અને અંદર ચોખૂણિયા હોય છે. ભવનોનાં તળિયાં પુષ્પકર્ણિકાના આકારે હોય છે. ભવનોનો વિસ્તાર જઘન્યથી જેબૂદ્વીપ પ્રમાણ, મધ્યમથી સંખ્યાતા યોજન પ્રમાણ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ હોય છે.
૧૧૨ તત્ત્વમીમાંસા
wwwwwwwwwwwwwwwwwwwwww
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org