________________
-
-------
---------
-----
--
-
--
પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવો રૂપથી મૈથુનસેવન કરે છે. સાતમા-આઠમા દેવલોકના દેવો શબ્દથી મૈથુનસેવન કરે છે. ૯થી ૧૨ દેવલોક સુધીના દેવો મનથી મૈથુનસેવન કરે છે.
ત્રીજા-ચોથા દેવલોકના દેવોને જ્યારે કામવાસના જાગે છે ત્યારે તેઓ દેવીઓનાં વિવિધ અંગોનો સ્પર્શ કરે છે. આથી તેમની કામવાસના શાંત થઈ જાય છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોની કામવાસના દેવીનું રૂપ, વસ્ત્ર-અલંકારોનો શણગાર, વિવિધ અંગોપાંગો વગેરે જોવાથી સંત થઈ જાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવો દેવીઓના મધુર સંગીત, મૃદુ હાસ્ય, અલંકારોનો ધ્વનિ વગેરેના શ્રવણથી કામવાસનાનું શમન કરે છે. ૯થી ૧૨મા દેવલોક સુધીના દેવો દેવીઓનો માત્ર મનથી સંકલ્પ કરીને કામવાસનાને શાંત કરે છે.
અહીં એટલો ખ્યાલ રાખવાનો છે કે દેવીઓનો જન્મ ઈશાન દેવલોક સુધી જ છે. પછીના દેવલોકોમાં જન્મથી દેવીઓ નથી હોતી. કિન્તુ તે તે દેવલોકના દેવોના સંકલ્પ માત્રથી તેવા તેવા પ્રકારની મૈથુનસેવનના સુખની ઇચ્છા જાણીને દૈવી શક્તિથી સ્વયમેવ દેવીઓ તે તે દેવલોકના તે તે દેવો પાસે જાય છે, અને તેમની ઈચ્છાને પૂર્ણ કરે છે. સૌધર્મ અને ઈશાનમાં બે પ્રકારની દેવીઓ છે. પરિગૃહીતા અને અપરિગૃહીતા. તે તે દેવની પત્ની તરીકે રહેલી દેવીઓ પરિગૃહીતા અને સર્વસામાન્ય – દરેક દેવના ઉપભોગમાં આવતી વેશ્યા જેવી દેવીઓ અપરિગૃહીતા છે. અપરિગૃહીતા દેવીઓ ઉપરના દેવલોકના દેવોના સંકલ્પ માત્રથી તે દેવની પાસે ઉપસ્થિત થાય છે અને તેની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
મૈથુનસેવનનો અભાવ परे प्रवीचाराः ૪-૧૦ પરે પ્રવીચારા: ૪-૧૦
પરે પ્રવીચારાઃ ૪-૧૦ પછીના = ૧૨મા દેવલોકથી ઉપરના દેવોમાં
અધ્યાયઃ ૪• સૂત્ર : ૧૦ ૪ ૧૧૧
A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org