________________
ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતર ભેદના ભેદો
इन्द्र - सामानिक- त्रायस्त्रिंश-पारिषाद्याऽऽत्मरक्षक-लोक पालाऽनीक - प्रकीर्णकाऽऽभियोग्यकिल्बिषिका चैकशः ઇન્દ્ર-સામાનિક-ત્રાયસ્ત્રિશ-પારિષાઘાડડભંરક્ષક-લોક પાલાડનીક-પ્રકીર્ણકાડડભિયોગ્યકિલ્બિષિકાઐકશઃ ઇન્દ્ર-સામાનિક-ન્નાયાસ્ત્રિશ-પારિષાદ્ય-આત્મરક્ષક-લોકપાલ
અનીક-પ્રકીર્ણક-આભિયોગ્ય-કિલ્બિષિકાઃ ચ એકશઃ
ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતરભેદના ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિશ, પારિષાદ્ય, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય, કિલ્બિષિક એ દશ ભેદો છે. ૧. ઇંદ્ર : સર્વ દેવોના અધિપતિ-રાજા.
૪-૪
૨. સામાનિક ઃ ઇન્દ્ર સમાન ઋદ્ધિવાળા તથા પિતા, ઉપાધ્યાય, વગેરેની જેમ ઇન્દ્રને પણ આદરણીય અને પૂજનીય.
૪-૪
૩. ત્રાયસ્ત્રિશ : ઇન્દ્રને સલાહ આપનાર મંત્રી કે શાંતિક પૌષ્ટિક કર્મ દ્વારા પ્રસન્ન રાખનાર પુરોહિત સમાન. આ દેવો ભોગમાં બહુ આસક્ત રહેતા હોવાથી દોગુંદક પણ કહેવાય છે.
૪. પારિષાઘ : ઇન્દ્રની સભાના સભ્યો. તેઓ ઇંદ્રના મિત્ર હોય છે. અવસરે અવસરે ઇંદ્રને વિનોદ આદિ દ્વારા આનંદ પમાડે છે.
Jain Education International
૪-૪
અધ્યાય : ૪ • સૂત્ર : ૪ ૪ ૧૦૭
.
૫. આત્મરક્ષ : ઇંદ્રની રક્ષા માટે કવચ ધારણ કરી શસ્ત્રસહિત ઇન્દ્રની પાછળ ઊભા રહેનાર દેવ. યદ્યપિ ઇંદ્રને કોઈ પ્રકારનો ભય હોતો નથી, તો પણ ઈંદ્રવિભૂતિ બતાવવા તથા અન્ય દેવો ઉપર પ્રભાવ પાડવા માટે આત્મરક્ષક દેવ હોય છે.
૬. લોકપાલ : પોલીસ કે ચોકિયાત સમાન.
૭. અનીક : લશ્કર તથા સેનાધિપતિ.
૮. પ્રકીર્ણક : શહેર કે ગામમાં રહેનાર ચાલુ પ્રજા સમાન.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org