________________
જાય છે. નરકનું દુઃખ જાણીને જીવ મહા આરંભાદિથી પાછો વળે તેવું આ કથનનું પ્રયોજન છે.
અધ્યાય ત્રીજાનું દોહન એ છે કે જો તારે આવા નરકના દુઃખો જોઈતા નથી, તો તું અન્ય માટે સુખરૂપ થવા પ્રયત્ન કર. આખર જીવ પોતાના કર્મથી દુઃખ ભોગવવાનો છે, પણ તું શા માટે કાયદો હાથમાં -લે છે ?
આ ચારે ગતિ જીવના પોતાના જ પરિણામને આધીન ફળ ભોગવવાના સ્થાનો છે. ગ્રંથકારે આ ગતિની શ્રૃંખલાને તોડવાનો ઉપાય માત્ર સમ્યગ્દર્શન કહ્યો છે. ભાઈ ! તને કદાચ સુખમાં ભાન ન રહ્યું તો હવે દુઃખથી જાગી જા, તો નરકના દુઃખો પણ જો તારું જાગરણ હશે તો ઉપકારક થશે. અને સ્વરૂપનું લક્ષ થતાં તે સ્થાન પણ દુઃખમય હોવા છતાં કર્મના ફંદ તોડવામાં સહાયક થશે.
જો જીવ જાગરણમાં આવી જાયતો બેને આવું ગણિત લાગુ પડે છે, કે પહેલેથી ચોથી નરકમાંથી નીકળ્યો અને મનુષ્યજન્મ પામે તો યોગ્ય જીવને યોગ્ય યોગ મળતા તે ભવે મોક્ષની સાધના થઈ શકે છે. પાંચમેથી નીકળ્યો તો સર્વવિરતિના યોગ સુધી પહોંચી શકે છે. છà નકેથી નીકળેલો દેશિવરતિપણું પામી શકે છે. પછી તો ભાઈ હવે તને કેટલી તકો આપી શકે ! પછી તારે પાછી તિર્યંચ અને નરકના આંટાફેરા જ બાકી રહે છે. માટે આત્મત્વને પામવા ઉદ્યમી થા.
કર્મભૂમિની રચના દર્શાવીને ગ્રંથકાર જણાવે છે કે ભાઈ કર્મોના નાશનો વાસ્તવિક ઉપાય મળી શકતો હોય તો આ કર્મભૂમિમાં જ છે. જ્યાં તીર્થંકરની નિશ્રાનો અને પ્રત્યક્ષ વચનનો યોગ મળે છે. ભોગભૂમિમાં સુખ હોવા છતાં, સ્વરૂપ પ્રાપ્ત માટેના નિમિત્ત સંબંધો ત્યાં મળતા નથી. માટે જાગૃત થા અને તત્ત્વના અભ્યાસ દ્વારા આત્મશુદ્ધિને સાધ્ય કરી લે.
Jain Education International
૧૦૪ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org