________________
કામ
પર
સિદ્ધત્ત્વ પ્રગટ્યા પછી એ અવસ્થા ભેદ રહિત છે. જે કંઈ ભેદો-પ્રકારો છે તે સંસારીના છે. સંસારીના ભેદ જાણવાનું પ્રયોજન એ છે કે જીવ પોતે જ આવા સ્થાનોમાં જન્મમરણ કરી ચૂક્યો છે તે સમજે. તે તે યોનિમાં જન્મી દુઃખો સહ્યા છે, પુનઃ તેવા દુઃખો ન પડે તે માટે જીવતત્ત્વને સમજવું પ્રયોજનભૂત છે.
બીજું કારણ જીવ માત્રને, જીવોના ભેદને જાણીને સર્વ જીવો પ્રત્યે અનુકંપાના ભાવને કેળવવાનો છે, જેથી સમસ્ત સૃષ્ટિના જીવોના આપણા પર અભ્યાધિક ઉપકાર છે, તેનું કંઈ ઋણ અદા થઈ શકે. જીવનમાં સરળતા આવે.
પ્રથમ અધ્યાયમાં તો જીવના મોક્ષરૂપ મૂળ સ્વરૂપની વાત કહ્યા પછી બીજામાં સાધક અવસ્થાના ભાવો દર્શાવ્યા. શરીર ઈન્દ્રિયાદિ રચના અને ઉપકાર બતાવ્યો. જીવનું ઉપયોગરૂપ લક્ષણ દર્શાવ્યું. ઉપયોગ જ વાસ્તવમાં આત્માની અવસ્થા છે, ઉપયોગ શુદ્ધ તેનું જીવન શુદ્ધ. ચિત્ત શુદ્ધ. એ શુદ્ધ અવસ્થા તે જ મોક્ષનું દ્વાર છે. એ જ ઉપયોગનું પુદગલાનંદી થવું તે પરિભ્રમણ છે, તેના સ્થાનો ચાર ગતિ છે, એ ચાર ગતિ એ જ તિર્થંચ, નારક, મનુષ્ય અને દેવરૂપ જન્મ છે. તે કેટલા પ્રકારે, કયા શરીરોમાં હોય છે તેનો પ્રારંભ અધ્યાય બીજાથી કર્યો છે.
ત્રીજા અધ્યાયમાં નારકનું અને મનુષ્ય લોકનું, તથા તિર્યંચનું વર્ણન કરેલ છે. તેમાં મુખ્યત્વે તો જીવોના સ્થાન આયુષ્ય સ્થિતિનું વર્ણન છે.' પરંતુ તેમાંથી દોહન એ કરવાનું છે કે નરક જેવા સ્થાનોમાં જીવને શા માટે જવું પડે છે ?
જીવને દુઃખ વહાલું નથી છતાં દુઃખ ભોગવવાના આવા અત્યંત પીડાકારી સ્થાનોમાં ઉપજે છે. કારણ કે તેણે સ્વરૂપનું લક્ષ્ય ન કરીને માનવજન્મ મળવા છતાં અવળો પુરુષાર્થ કર્યો છે. અને જે દુઃખ પોતાને ગમતું નથી, તેવું કે તેનાથી વધુ દુઃખ તે બીજાને આપતા જરાપણ સંકોચ રાખતો નથી તે પોતે જાતે જ તેવા દુઃખોનો સર્જક બને છે, અને દુઃખો ભોગવે છે. પરિણામની ક્રૂરતા તેને તેવા સ્થાનોમાં લઈ
અધ્યાય : ૩ • તત્ત્વદોહન જ ૧૦૩
ww કરવા
w
રરરર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org