________________
૫. શિલ્પ આર્ય : શિલા એટલે કારીગરી, માનવજીવનમાં જરૂરી કારીગરી કરનારા મનુષ્યો શિલ્પ આર્ય છે: જેમકે વણકર, કુંભાર વગેરે. ૬. ભાષા આર્ય : શિષ્ટ પુરુષોને માન્ય, સુવ્યવસ્થિત શબ્દોવાળી, સ્પષ્ટ ઉચ્ચારવાળી, શિષ્ટ ભાષા બોલે તે મનુષ્યો ભાષા આર્ય. મ્લેચ્છ : કર્મભૂમિમાં યવન, શક, ભીલ વગેરે જાતિના મનુષ્યો તથા અકર્મ ભૂમિના સઘળા મનુષ્યો મ્લેચ્છ છે. કર્મભૂમિની સંખ્યા
૩-૧૬
भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ભરતૈરાવતવિદેહાઃકર્મભૂમયોડન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ ૩-૧૬ ભરત-ઐરાવત-વિદેહાઃ કર્મભૂમયઃ અન્યત્ર દેવકુરુ-ઉત્તરકુરુમ્યઃ
પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એમ પંદર ક્ષેત્રો કર્મભૂમિ છે. પણ તેમાં દેવકુરુ અને ઉત્તરકુરુ અકર્મભૂમિ છે.
કર્મના નાશ માટેની ભૂમિ કર્મભૂમિ. અર્થાત્ જે ભૂમિમાં સકલ કર્મોનો ક્ષય કરી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે તે કર્મભૂમિ. મોક્ષમાર્ગના જ્ઞાતા તથા ઉપદેશક તીર્થંકર ભગવંતો કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય. ૧૦૧ ક્ષેત્રો
લઘુહિમવંત પર્વતના છેડાથી ઈશાન આદિ ચાર વિદિશાઓમાં લવણસમુદ્ર તરફ ચાર દાઢા આવેલી છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપો છે. એથી કુલ ૨૮ દ્વીપ થયા. એ જ પ્રમાણે શિખરીપર્વતની ચાર દાઢાઓમાં કુલ ૨૮ દ્વીપો છે. આ દ્વીપો લવણસમુદ્રમાં હોવાથી અંતર્તીપો કહેવાય છે. આમ કુલ ૫૬ અંતપો છે.
દક્ષિણમાં દેવકુર ક્ષેત્ર અને મેરુની ઉત્તરમાં
મહાવિદેહ ક્ષેત્રમાં મેરુની ઉત્તરકુરુ ક્ષેત્ર આવેલ છે.
Jain Education International
૩-૧૬
અધ્યાય : ૩ · સૂત્ર : ૧૬ * ૯૯
.
For Private & Personal Use Only
www.jainelibrary.org