________________
કરનાર હોવાથી વર્ષધર કહેવાય છે.
પૂર્વોક્ત ભરત આદિ સાત ક્ષેત્રો તથા હિમાવાન વગેરે છ પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા છે તથા ઉત્તર-દક્ષિણ પહોળા વિસ્તારવાળા છે.
ભરતથી ઐરાવત તરફ જતાં પ્રથમ ભરત ક્ષેત્ર બાદ હિમવાન પર્વત, બાદ હેમવંત ક્ષેત્ર, બાદ મહાહિમવાન પર્વત, બાદ હરિવર્ષ ક્ષેત્ર, બાદ નિષધપર્વત, બાદ મહાવિદેહ ક્ષેત્ર, બાદ નીલ પર્વત, બાદ રમક ક્ષેત્ર, બાદ રુક્મિ પર્વત, બાદ હૈરણ્યવત ક્ષેત્ર, બાદ શિખરી પર્વત, બાદ ઐરાવત ક્ષેત્ર આ ક્રમે જ જંબુદ્વીપમાં ક્ષેત્રો અને પર્વતો આવેલાં
Wwwwwww
wwwwwwwwwww
ભરતક્ષેત્રની વિશેષ માહિતી દ્વિવરીખે ૩-૧૨ દિર્ધાતકીખ: ૩-૧૨
દિ: ઘાતકી-ખડે ૩-૧૨ છ ખંડ : ભારતના બરોબર મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢ્ય પર્વત છે. આથી ભારતના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગ પડે છે. તથા હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળેલી અને વૈતાઢ્ય પર્વતને ભેદીને પૂર્વ તથા પશ્ચિમ લવણ સમુદ્રમાં મળેલી અનુક્રમે ગંગા અને સિંધુ એ બે નદીઓ વહે છે. આથી ભરતના છ ખંડ=ભાગ થાય છે.
આ છ ખંડમાં જે મધ્યખંડ છે, તેના મધ્યભાગમાં અયોધ્યા નગરી છે. તથા આ ખંડમાં સાડા પચીસ આર્ય દેશો છે. તે સિવાયના બધા દેશો અનાર્ય છે. અન્ય પાંચ ખંડો પણ અનાર્ય છે. મધ્યખંડમાં રહેલા આર્ય દેશોમાં જ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે ઉત્તમ પુરુષો ઉત્પન્ન થાય છે.
ધાતકીખંડમાં ક્ષેત્રો અને પર્વતો જંબુદ્વીપથી બમણાં છે. જંબુદ્વીપમાં જે નામવાળાં ક્ષેત્રો અને પર્વતો છે તે જ નામવાળાં
૯૬ જ તત્ત્વમીમાંસા
ના નામ છે
MON
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org