________________
૪. અર્ધનારાચ ઃ ચોથી નરક સુધી જન્મે. ૫. કીલિકા : ત્રીજી નરક સુધી જન્મે ૬. સેવાર્ત : (છેલ્લું) બીજી નરક સુધી જન્મે. કયા પદાર્થો નરકમાં ન હોય ?
નરકમાં રત્નપ્રભાના અમુક ભાગ સિવાય છ ભૂમિમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, સરોવર, વૃક્ષ, છોડ, ગામ, શહેર, બાદરવનસ્પતિ વિક્લેન્દ્રિય જીવો, દેવ, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય હોતાં નથી.
પરમાધામી જેવા દેવો દુ:ખ આપવા અને ઉપકારી દેવો સાંત્વન આપવા ત્રણ ભૂમિ સુધી જઈ શકે છે. પરમાધામી દેવો નરકપાલ કહેવાય છે તે તો આ ત્રણ ભૂમિ સુધી હોય છે. વૈમાનિક દેવો ત્રીજી કે ચોથી નરક સુધી ઉપકારના ભાવે જાય છે.
નોંધ : આ નરકનું વર્ણન કંઈ કાલ્પનિક નથી સર્વજ્ઞ ભગવાને પ્રત્યક્ષ જાણેલું છે. આપણે આપણી મતિની મર્યાદા છે તેથી જાણી શકતા નથી.
શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિ માંય, અશુભ કરે ફળ ભોગવે નરકાદિ ગતિ માંય.
જેમ શુભકાર્યનું ફળ સુખ છે તેમ અશુભ કાર્યનું ફળ પણ નીપજે છે તે ભોગવવાનાં સ્થાન છે, તેમાં અન્યને અત્યંત દુઃખદાયક પીડાકારી નિરંતર પાપજનક વૃત્તિ અને પ્રવૃત્તિવાળા જીવની કરણીની ભરણી આ મનુષ્યલોકમાં ગમે તેવા દુઃખો હોય તો પણ પૂરી સજા થવા જેવી નથી. તેથી તે કરણીનાં ફળ ભોગવવા આવાં સ્થાનો કર્મના સામ્રાજ્યમાં નિર્માણ થયેલાં છે. તે માનો કે ન માનો પણ કરેલાં કર્મોનાં ફળ તો અવશ્ય ભોગવવાં જ પડે છે.
બીમાર થઈને જસલોક (હૉસ્પિટલમાં) જતાં દુઃખ લાગે છે ને ! તો ભાઈ સાથે સાથે આલોક અને પરલોકનાં દુ:ખોથી પણ ડરતા રહો તેમાં હિત છે.
Jain Education International
અધ્યાય ઃ ૩ સૂત્ર : ૬ ૪ ૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org