________________
- - - - -
- -
wwwwwwwwwwwwwwwwwwwwwww
- - -
- -
-
- -
MAANANAUMANN
વાસ્તવમાં પૂર્વે કરેલાં કર્મોનું જ આ પરિણામ છે. કર્મ બાંધતાં જીવને ભાન નથી કે તેનું પરિણામ શું આવશે? આવાં દુઃખો ભોગવીને પણ તે જીવ વળી પાછો તિર્યંચ આદિમાં જઈને દુઃખો જ ભોગવે છે. મરવા ઇચ્છે છતાં મરી જવાતું નથી અને આયુષ્ય પણ દીર્ઘકાળવાળું હોય છે. આ ઉપર જણાવ્યું તે તો ત્યાંની સંક્ષિપ્ત વિગત છે, આવાં અનેક પ્રકારનાં દુઃખો નિરંતર તેઓ ભોગવ્યા કરે છે. તેની વિશેષ વિગત અન્ય શાસ્ત્રોમાં હોય છે. જો પૂર્વે કરેલાં કર્મોનું પરિણામ આટલું દુઃખદાયક છે તો પેલા પરમાધામી દેવાનું શું થતું હશે ?
અરે ભાઈ! કર્મને કંઈ શરમ નથી. તેનું પરિણામ જાણવું છે? તો સાંભળો.
પરમાધામીઓ મરીને અંગોલિક મનુષ્ય થાય છે. તેની વિગત આ પ્રમાણે છે :
ગંગા અને સિંધુ એ બે નદીઓ લવણ સમુદ્રમાં જે સ્થળે પ્રવેશ કરે છે તે સ્થાનની દક્ષિણ દિશામાં જંબુદ્વીપની જગતની વેદિકાથી પંચાવન યોજન દૂર એક દ્વીપ છે. તે દીપમાં સુડતાલીસ ગુફાઓ છે. તેમાં જળચારી મનુષ્યો રહે છે. તે મનુષ્યો પહેલા સંઘયણવાળા, મદ્ય-પાનમાં આસક્ત બનનારા, માંસ ખાનારા અને કાળા રંગનાં હોય છે. તે મનુષ્યો “અંડગોલિક' એવા નામથી ઓળખાય છે. તેમનાં અંડની ગોળીને (= પેશાબ નીકળવાની ઈદ્રિયની બાજુમાં રહેલી ગોળીને) ચમરી ગાયના પુર૭ના કેશથી ગૂંથીને કાન સાથે બાંધી રત્નના વેપારીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે. એ અંડગોળીના પ્રભાવથી મગર વગેરે જલચર પ્રાણીઓ કોઈ જાતનો ઉપદ્રવ કરતા નથી. આથી વેપારીઓ સમુદ્રમાં રત્નો વગેરે લઈને સલામતીથી બહાર આવે છે. વેપારીઓ નીચે મુજબ ઉપાય કરીને અંડગોળીઓ લે છે.
લવણસમુદ્રમાં રત્ન નામનો દ્વીપ છે. તેમાં રત્નના વેપારીઓ રહે છે. તેઓ સમુદ્રની પાસે જે સ્થાને ઘંટીના આકારે વજશિલાના સંપુટો (અર્થાત વજની અમુક પ્રકારની ઘંટીઓ) છે ત્યાં આવીને તે સંપુટો
૮૮ ૪ તત્ત્વમીમાંસા
કાકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org