________________
ત્રીજી નરક સુધીનાં નારકો સંક્લિષ્ટ (ક્લેશજન્ય પરિણામ) અસુરોથી-પરમાધામીથી દુઃખ પામે છે.
આ પરમાધામી દેવો પંદર પ્રકારના છે. તેઓ ક્રૂર સ્વભાવવાળા, પાપરત અને નિર્દય હોય છે. નારકોને દુઃખ આપી સુખ માને છે. પોતાની પાસે બીજાં દેવલોકના સુખનાં સાધન હોવા છતાં પૂર્વના અત્યંત અશુભ સંસ્કારવશ આ જીવોને પરસ્પર લડાવીને આનંદ માને છે.
આ પરમાધામી અત્યંત દુઃખથી ઉત્પન્ન થતા નારકોનું દુઃખ જાણે ઓછું હોય તેમ વળી તે જીવ પાસે જઈને ચારે તરફથી ઘેરીને ‘મારો... કાપો' કહીને તેમના શરીરના ટુકડા કરી નાંખે છે. ભાલા જેવાં શસ્ત્રો વડે તેમના શરીર વીંધી નાખે છે. નાકો રમવાનાં રમકડાં હોય તેમ તેમને ઘુમાવે છે. આકાશમાં ઉછાળે, ત્રિશૂળ પર ઝીલીને વીંધી નાંખે. તેઓને નિશ્ચેષ્ટ કરીને ટુકડે ટુકડા કરે. દડાની જેમ ઉછાળે, હથિયારો વડે મારે.
તેમના શરીરમાંથી લોહી-માંસ જેવા ગંદા પદાર્થો કાઢી તેમને બતાવે, ખવરાવે, ધગધગતી અગ્નિ પેદા કરી તેમાં નાંખે ત્યારે વળી બીજા દેવો પુનઃ તેમના શરીરને શેકે. નરકમાં તલવાર આદિ જેવા. પત્રોવાળાં વૃક્ષો હોય છે, આ દેવો પવન વિકૂર્વીને (ઉત્પન્ન કરીને) નારકો પર પત્રો ખેરવે છે, ત્યારે તમના હાથ-પગ વગેરે કપાઈ જાય છે. તેમાંથી લોહી જેવા પદાર્થો નીકળે છે.
કોઈ દેવ તેલમાં ભજીયાની જેમ તળે છે. વળી વૈતરણી નદીમાં લાક્ષારસ જેવો પ્રવાહ વહેતો હોય છે તેમાં ચલાવે છે. તપી ગયેલી લોઢાની નાવમાં બેસાડે છે. ભયંકર કાંટાવાળાં વૃક્ષો પર ચઢાવે છે.
આવાં દુઃખો પડવા છતાં આ નારકીઓનું આયુષ્ય અનપવર્તનીય હોવાથી મરતા નથી શરીર પારા જેવું હોવાથી ભેગું થઈ જાય છે, ‘બચાવો બચાવો’ની બૂમો પાડવા છતાંય તેમને કોઈ શરણ નથી. કોઈ બચાવતું નથી. અત્યંત પરાધીન દશા હોવાથી અન્યત્ર ભાગી શકતા નથી.
અધ્યાય : ૩ • સૂત્ર : ૫ ૨ ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org