________________
तासु नरकाः ૩-૨
તાસુ નરકાઃ
૩-૨
૩-૨
તાસુ નરકાઃ રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીમાં નરકો - નરકાવાસો આવેલાં છે.
નોંધ : રત્નપ્રભાપૃથ્વીમાં મનુષ્યો, તિર્યંચો, ભવનપતિ-વ્યંતર દેવો અને નારકો ચારેય વસે છે. 'આપણી પૃથ્વી રત્નપ્રભા છે. વિવેચન પછીના સૂત્ર-૪માં છે. જેમ આપણા શહેરમાં એક્બાજુ શ્રીમંતોના મહેલ આવે અને વળી થોડે દૂર ઝૂંપડાં અને ગંદકી પણ હોય. તેમાં તિર્યંચો પણ સાથે રહેતા હોય છે, તેમ આ રચના જાણવી.
રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીની જાડાઈ છે તેમાંથી ઉપરનીચે એક એક હજાર યોજન છોડીને બાકીના ભાગમાં નરકો છે. ફક્ત સાતમી પૃથ્વીમાં ઉપરનીચે સાડા બાવન હજાર યોજન છોડી બાકીના ત્રણ હજાર યોજનમાં નરકાવાસો છે.
નરકાવાસોના ત્રણ પ્રકાર છે.
૧. ઇન્દ્રક ઃ બરોબર મધ્યમાં આવેલ નકાવાસ તે ઇન્દ્રક છે, તે ગોળ છે.
૨. પંક્તિગત : દિશા-વિદિશામાં આવેલા નરકાવાસો પંક્તિગત છે. તે ત્રિપૂણિયા છે.
૩. પુષ્પાવકીર્ણ : પુષ્પની જેમ છૂટાછવાયા આવેલા નરકાવાસો, પુષ્પાવકીર્ણ છે. જુદા જુદા અશુભ આકારવાળા છે.
નરકમાં લેશ્યા આદિની અશુભતા
૩-૩
નિત્યાનુમતરત્નેશ્યા-પરિણામ-વૈદ-વેવના-વિક્રિયાઃ નિત્યાશુભતરલેશ્યા-પરિણામ-દેહ-વેદના-વિક્રિયાઃ નિત્ય-અશુભતર-લેશ્યા-પરિણામ-દેહ-વેદના-વિક્રિયાઃ ૩-૩
૩-૩
અધ્યાય : ૩ • સૂત્ર : ૨-૩ ૪૯ ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org