________________
W
ANAAAAAAAMAAMANAN
VARAMANMARAMNAMARAANVARANNANKAN
બીજી પૃથ્વી તેમ સાત પૃથ્વીનો ક્રમ જાણવો. આકાશ સ્વપ્રતિષ્ઠિત છે તેથી તેના આધારે ઘનવાત આદિ રહેલાં છે. ઘનવાત આદિ ત્રણે બંગડીના આકારે છે તેથી તેને ઘનોદધિ વલય એમ કહેવામાં આવે છે. દરેક પૃથ્વીમાં અન્યોન્ય પૃથ્વી વચ્ચેનું અંતર અસંખ્યાત કોડાકોડી યોજના છે. સાતે પૃથ્વીમાં માળવાળા મકાનની છતની જેમ પ્રતરો આવેલા છે. તેમાં નારકો વસે છે.
નરકની પૃથ્વીની વિશેષ માહિતી પૃથવી જાડાઈ પહોળાઈ ખતરો નરકાવાસો રત્નપ્રભા ૧,૮૦,૦૦૦ એક રજુ ૧૩ શર્કરપ્રભા ૧,૩૨,૦૦૦ અઢી રજુ વાલુકાપ્રભા ૧,૨૮,૦૦૦ ચાર રજુ પંકપ્રભા ૧,૨૦,OOO પાંચ રજુ ધૂમપ્રભા ૧,૧૮,000, છ રજુ તમ:પ્રભા ૧,૧૬,000 સાડા છ રજુ ૩ ૯૯૯૮૫ તમતમપ્રભા ૧,૦૮,૦૦૦ સાત રજુ ૧ ૧. રત્નપ્રભા : આ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા છે. ૨. શર્કરા પ્રભા : આ પૃથ્વીમાં કાંકરાની પ્રધાનતા છે. ૩. વાલુકાપ્રભા : આ પૃથ્વીમાં રેતીની પ્રચુરતા છે. ૪. પંકપ્રભા : આ પૃથ્વીમાં કાદવની પ્રધાનતા છે. ૫. ધૂમપ્રભા : આ પૃથ્વીમાં ધૂમાડાની પ્રધાનતા છે. છે. તમપ્રભા : આ પૃથ્વીમાં અંધકારની વિશેષતા છે. ૭. તમઃ તમઃ પ્રભા : આ પૃથ્વીમાં અતિશય અંધકાર છે.
દરેક પૃથ્વી તેના નામ જેવા પ્રકારો ધરાવે છે. દરેક પૃથ્વીમાં ઘનાબુની જાડાઈ વીસ હજાર યોજન છે. ધનવાત તથા તનુવાતની જાડાઈ અસંખ્યાત યોજન છે. આ બંનેની નીચે નીચેની પૃથ્વીમાં જાડાઈ અધિક છે.
૮૨ જ તત્ત્વમીમાંસા
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org