________________
આયુષ્યનું નિર્માણ વર્તમાન જન્મમાં થાય છે.
અનપવર્તનીય ઃ આ આયુષ્યનો ભોગકાળ આયુષ્યબંધની મર્યાદાવાળો હોય છે. આ આયુષ્યબંધ ગાઢ હોવાથી નિમિત્ત મળવા છતાં આયુની કાળમર્યાદા અપવર્ત્યની જેમ ઘટતી નથી, કેમકે તીવ્ર પરિણામથી ઉત્પન્ન થયેલું ગાઢ બંધવાળું હોવાથી શસ્ત્ર આદિથી હ્રાસ પામતું નથી.
આ આયુષ્ય બે પ્રકારનું હોય છે. ૧. સોપક્રમ અને ૨. નિરૂપક્રમ. સોપક્રમ : વિષ આદિ બાહ્ય નિમિત્તો કે રાગાદિ અત્યંતર નિમિત્તો પ્રાપ્ત થાય, તે સોપક્રમ. અનપવર્તનીય આયુષ્ય.
નિરૂપક્રમ ઃ જે આયુષ્યને ઉપક્રમ-નિમિત્તો પ્રાપ્ત ન થાય તે નિરૂપક્રમ અનપવર્તનીય આયુષ્ય.
ઉપક્રમ પ્રાપ્ત થાય કે ન થાય પણ અનપવર્તનીય આયુષ્યનો કાળબંધ ડ્રાસ પામતો નથી.
જેમ ઘાસ છૂટું રાખેલું બળી જતાં વાર લાગે છે.
પરંતુ ભેગા કરેલા તે જ ઘાસની ગંજીને બળતાં વાર લાગતી નથી. વળી જેમ ભીનું વાળેલું વસ્ત્ર વિલંબથી સૂકાય છે પણ છૂટું કરીને સૂકવેલું વસ્ત્ર શીઘ્રતાથી સૂકાય છે. તેમ આ બંને આયુષ્ય વિષે સમજવું. તેમ આ આયુષ્ય વિષે વિલંબ અને શીઘ્રતાનો નિયમ સમજવો.
પૂર્વે આયુબંધ જ એવા પ્રકારનો થયો હોય છે. તેથી નિમિત્ત મળતા સમય ઘટે છે પરંતુ આયુષ્યકર્મના દલિકોતો બંધપ્રમાણે હોય છે, તે ઘાસના દૃષ્ટાંતે સમજાવ્યું તેમ આવેગ જનિત નિમિત્તોના અભાવે મંદતાથી ભોગવાય, તેજ આયુની મર્યાદા ઉપરના નિમિત્તો દ્વારા શીઘ્રતાએ ભોગવાઈ જાય છે.
તત્ત્વદોહન
પ્રથમ અધ્યાયમાં જીવન અગ્રિમ કર્તવ્યમાં સમ્યગ્દર્શનનો મહિમા દર્શાવીને તત્ત્વની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કરવું છે, તે સાત તત્ત્વોમાંમુખ્ય જીવતત્ત્વ છે. જીવતત્ત્વમાં અન્ય તત્ત્વો આરોપિત થાય છે. વળી જીવ સ્વયં મોક્ષસ્વરૂપ છે, વર્તમાન અવસ્થા સંસારી છે, જીવ સંસારથી કેમ
અધ્યાય : ૨ • તત્ત્વદોષન ૪ ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org