________________
છૂટે તે માટેમોક્ષના સાધન દર્શાવ્યા છે.
આમ જીવતત્ત્વની મુખ્યતા હોવાથી અધ્યાય બીજા જીવ તત્ત્વનું નિરુપણ કર્યુંછે, તમાં જીવના ભાવ દર્શાવી પછી સંસારી જીવના બેદ, ઇન્દ્રિયોની રચના, શરીર, યોનિ વગેરે જીવની સંસાર યાત્રા કેવા સ્થાનોમાં થાય છે તે જણાવ્યું છે.
ચૌદરાજ લોક પ્રમાણ સૃષ્ટિમાં, ચાર ગતિ છે, તેમાં ચૌદલાખ જીવને ઉપજવાના સ્થાન છે. તના અવાંતર ભેદો અનંત થાય છે. જીવે અનાદિકાળથી આજ સુધીમાં જન્મ મરણ કરીનેકોઈ સ્થાન બાકી રાખ્યું નથી. લોકાકાશના પ્રદેશે પ્રદેશને સ્પર્શી ચૂક્યો છે તેના સ્થાનો કેવા છે, ત્યાં કેવી ઇન્દ્રિયો અને શરીર મળે છે તે આ અધ્યાય પરથી સમજાય છે.
જીવના ભાવ દર્શાવીને ગ્રંથકાર જીવની અવસ્થા બતાવી છે. જીવના ગુણ અને ભાવ તો અનંતા છે, પરંતુ આ પાંચભાવમાં અધ્યવસાયની અવસ્થાઓ સમજાય છે. જીવને સાધ્ય તો પારિણામિક એવો અધ્રુવ આત્મા છે. બીજા ચાર ભાવ કર્મના ક્ષયોશમાદિને આધિન છે.
ઔયિક ભાવ તો સંસારના પરિભ્રમણનું કારણ છે. ધર્મનો પ્રારંભ ઔપશમિક સમ્યક્ત્વથી થાયછે. ત્યારપછી ઔપશમિક ચારિત્ર પામે છે, તે જીવની શુદ્ધિની વિશેષતા થતાં ક્ષાયિકભાવને પામે છે. ત્યાર પછી તેનો સંસાર સમાપ્ત થાય છે.
અનાદિકાળથી જીન્ સંસારમાં રખડે છે. પરંતુ તેના જ્ઞાનાદિ ગુણો અલ્પાધિકપણે પ્રગટતા રહે છે. અજ્ઞાન દૂર થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે ક્રમેક્રમે ચારિત્રની શુદ્ધિ થાય છે તે ક્ષયોપમિક ભાવ છે.
ક્ષાયિકભાવ જીવને વિશેષ ઉપકારક છે તે ક્રમે ક્રમે કર્મોના ક્ષય થવાથી ઉત્પન્ન થવા છતાં આત્મસ્વરૂપને પ્રગટ કરતો હોવાથી આત્મરૂપ છે. ઇન્દ્રિયોનું કાર્ય, શરીરની અવસ્થાઓ અને આયુષ્યની વિગત જાણીને જીવે તે સર્વથી ભિન્ન એવા આત્મસ્વરૂપને જાણવાનું છે. એક આત્માને ઉપાદેય કરતા મોક્ષરૂપે સ્વયં પ્રગટ થાય છે.
૮૦ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org