________________
હોય છે.
આ સિવાયના સર્વ મનુષ્યો અને તિર્યંચો બંને પ્રકારના આયુબંધવાળા હોય છે. આયુષ્યના બે પ્રકાર છે. ૧. અપવર્તનીય, ૨. અનપવર્તીય. અપવર્તનીય : આયુષ્યના બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલા શીઘ્રતાથી કોઈ નિમિત્તથી ભોગવાઈ જાય. તેને અકાળ મૃત્યુ પણ કહે છે. તે સોપક્રમ આયુષ્ય હોય છે.
ઉપક્રમ : (નિમિત્ત) બે પ્રકારે હોય છે : (૧) ભાવઅધ્યવસાય અત્યંતર ઉપક્રમ છે. (૨) આહારાદિ તે બાહ્ય ઉપક્રમ છે. અધ્યવસાવ અત્યંતર ઉપક્રમના રાગ, સ્નેહ અને ભયથી મૃત્યુ થાય તેવા ત્રણ પ્રકાર છે.
૧. રાગ ઃ રૂપ વગેરેના આકર્ષણથી થતો ભાવ તે રાગ, આવું આકર્ષણ થયા પછી તેનો યોગ ન મળતાં રાગને કારણે મૃત્યુ થવું (સ્ત્રી પ્રત્યે.)
૨. સ્નેહ ઃ રૂપના આકર્ષણ વિના જ અત્યંત સ્નેહને કારણે વિયોગ થતા મૃત્યુ થવું તે પુત્રાદિ વિષે સમજવું.
૩. ભય : ભાવિ ભયની કલ્પનાથી મૃત્યુ થવું.
૪. બાહ્ય ઉપક્રમ-નિમિત્ત ઃ સ્પર્શથી મૃત્યુ જેમકે વિષકન્યાનો સ્પર્શ, કે ઝરી જંતુના સ્પર્શથી થતું મૃત્યુ.
૫. આહારથી મૃત્યુ : અતિ આહારથી થતું મૃત્યુ.
૬. વેદના : ઉદરમાં મસ્તકમાં શૂળ જવા દર્દથી થતું મૃત્યુ. ૭. શ્વાસોશ્વાસ : દમ જેવા દર્દમાં શ્વાસનો વેગ વધવાથી મૃત્યુ
થવું.
આ સાત નિમિત્તો છે જેનાથી આયુષ્યની સ્થિતિનો હ્રાસ થાય છે. જેમકે કોઈ જીવનું આયુષ્ય એંસી વર્ષનું છે, પરંતુ તે આયુબંધ અપવર્તન પ્રકારનો શિથિલ હોવાથી કોઈપણ ઉપક્રમ લાગવાથી બાકી રહેલા આયુષ્ય કર્મના દલિકો (પુદ્ગલો) અંતર્મુહૂર્તમાં જ ભોગવાઈ જાય છે. આયુષ્યબંધ સ્વાભાવિક નથી, પરિણામના તારતમ્ય ઉપર અવલંબિત છે. ભાવિજન્મના
૭૮ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org