________________
દ્રવ્યપુરુષવેદ.
સ્ત્રીના સંગસુખની અભિલાષા થવી તે ભાવપુરુષવેદ ૨. જે લિંગ-આકારથી સ્ત્રી ઓળખાય તે દ્રવ્ય સ્ત્રીવેદ. પુરુષસંસર્ગની અભિલાષા થવી તે ભાવસ્ત્રીવેદ.
૩. જેનામાં સ્ત્રીપુરુષનું અલ્પાધિક મિશ્ર ચિહ્ન કે આકૃતિ હોય તે દ્રવ્ય નપુંસક વેદ.
સ્ત્રીપુરુષ બંનેનાં સુખની અભિલાષા તે ભાવ નપુંસકવેદ.
નારક તથા સંમૂર્ણિમ જીવો નપુંસક વેદ છે. સંમૂર્છિમને ભાવની અપેક્ષાએ કહ્યું છે. સંમૂર્ણિમ અસંશી પંચેન્દ્રિયને પુરુષ અને સ્ત્રીવેદ દ્રવ્યથી છે.
દેવોને પુરુષ અને સ્ત્રીવેદ હોય છે.
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અન મનુષ્યોને ત્રણે વેદ હોય છે. औपपातिक-चरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः
ઔપપાતિક-ચરમદેહોત્તમપુરુષાઽસંખ્યયવર્ષાયુષોઽનપવર્તાયુષઃ
૨-૫૨
ઔપપાતિક-ચરમદેહ-ઉત્તમપુરુષઅસંખ્યયવર્ષાયુષઃ અનપવર્જાયુષઃ
૨-૫૨
ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્ય વર્ષ આયુષ્યવાળા, ચાર પ્રકારના જીવોનું આયુષ્ય અનપવર્તનીય (ન ઘટે તેવું) હોય છે.
ઔપપાતિક : ઉપપાત જન્મવાળા, દેવો નારકો.
ચરમદેહી : વર્તમાન ભવમાં મોક્ષે જનારા,
Jain Education International
૨૫૨
ઉત્તમ પુરુષો : તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ. અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા : અઢીદ્વીપના યુગલિક મનુષ્ય તિર્યંચો અને અઢી દ્વીપની બહારના પૂર્વકોટિથી અધિક આયુષ્યવાળા તિર્યંચો
અધ્યાય
૨ સૂત્ર : ૫૨ ૪ ૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org