________________
ઉપભોગ થવા માટે ઔદારિક આદિ શરીરની જરૂર હોય છે. કાર્મણ શરીર ઇન્દ્રિયોથી રહિત છે તેથી સુખદુઃખનો અનુભવ થતો નથી. વળી ઔદારિક આદિ શરીરથી અહિંસા કે હિંસા આદિ વ્યાપારથી વ્યક્તરૂપે શુભાશુભ કર્મબંધ થાય છે, તેમ તેના ઉદયથી શુભાશુભ કર્મનો અનુભવ થાય છે, અને શુદ્ધ અધ્યવસાય વડે કર્મનિર્જરા થાય છે. તે કાર્મણ શરીરથી થતાં નથી, કારણ કે તે ઇન્દ્રિયો, અવયવ અને મનવચનકાયાના યોગથી રહિત છે. તેથી વ્યક્ત રીતે ઉપભોગ થતો નથી પણ અવ્યક્તરૂપે થાય તેમ માનવામાં આવે છે. એકલું કાર્યણ શરીર પ્રાય ઉપભોગ કરી શકતું નથી.
તૈજસ શરીર સેન્દ્રિય નથી, તથાપિ તે દ્વારા પાચનશક્તિ સારી રહે છે, વળી તેનો લબ્ધિ દ્વારા શાપ અને ઉપકાર થઈ શકે છે. તેથી તે દ્વારા સુખદુઃખનો અનુભવ થાય છે. એમ ચારે પ્રકારના ઉપભોગ થાય છે.
ઔદારિક, વૈક્રિય અને આહારક ત્રણ શરીરને દ્રવ્ય ઇન્દ્રિયો હોવાથી તેમના દ્વારા ઉપભોગ થઈ શકે છે.
૨-૪૬
गर्भसम्मूर्छन जमाद्यम् ગર્ભ-સમ્પૂર્ણનજમાદ્યમ્ ૨-૪૬ ગર્ભ-સંમૂર્છનજમ્ આદ્યમ્ ૨-૪૬
પ્રથમનું ઔદારિક શરીર ગર્ભજ અને સંમૂર્છન જીવોને હોય છે અર્થાત્ ઔદારિક શરીર ગર્ભજ અને સંમૂર્ણિમ પ્રાણીઓને હોય છે. (નિગોદથી માંડીને તિર્યંચ મનુષ્ય.)
વેદ લિંગનું પ્રતિપાદન
2-89°
वैक्रियमोपपातिकम् વૈક્રિયમૌપપાતિકમ્ વૈક્રિયમ્ ઔપાતિકમ્ ૨૪૭
૨-૪૭
વૈક્રિય શરીર ઔપપાતિક છે, ઉપપાતરૂપ નિમિત્તથી છે.
Jain Education International
અધ્યાય : ૨ • સૂત્ર : ૪૬-૪૭ ૪ ૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org