________________
૪૬ થી ૮૨ = ૩૭ પ્રકાર અઘાતી કર્મની પ્રકૃતિના પ્રકારો હવે કહેવામાં આવશે. અશુભ નામ કર્મના ૩૪ ભેદો ૪૬ થી ૦૯
૪૬. પ્રત્યેક ભેદમાંથી ઉપઘાત – જીવ પોતે પોતાના વધારાના અંગ ઉપાંગથી પીડા પામે, જેમ છઠ્ઠી આંગળી કે રસોળી જેવા અંગો.
પિંડ પ્રકૃતિના ભેદોમાંથી.
૪૭. ગતિ : તિર્યંચ ગતિ, ૪૮ : નરક ગતિ.
૪૯ થી ૫૨ જાતિ : એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય
૫૩ થી ૫૭ સંઘયણ : (હાડકાની રચના) ૫૩. ૠષભનારાચ, (અત્યંત મજબૂત બાંધો.) ૫૪.નારાચ - ૫૫. અર્ધનારાચ, ૫૬, કીલિકા ૫૭. છેવઢું અર્થાત્ મજબૂતાઈ હીન થતી જાય. છેવઠ્ઠું અર્થાત્ પંચમકાળના સામાન્ય માનવીનું શરીર.
૫૮.સંસ્થાન (આકૃતિ) = ન્યગ્રોથ પરિમંડળ નાભિ ઉપરના અંગો સપ્રમાણ હોય તેવું
શરીર.
૫૯. સાદિ : નાભિ નીચેના અંગો શુભ પ્રમાણયુક્ત.
૬૦. કુબ્જ : જેના ઉદયે કૂબડાપણું મળે.
૬૧. વામન : જેના ઉદયે ઠીંગણાપણું મળે.
૬૨. હુંડક : અંગો હીનાધીક તથા ઊંટ જેવા બેડોળ હોય.
૬૩. વર્ણ : અશુભવર્ણ કાળો, ભૂરો.
૬૪. દુર્ગંધ ઃ જેના ઉદયથી શરીરમાં દુર્ગંધ લાગે અથવા લસણ, ડુંગળી જેવા પદાર્થો કે મલિન પદાર્થોવાળું શરીર.
૬૫. અશુભરસ : જેના ઉદયથી જેનું શરીર તીખા કે કડવા રસવાળું હોય, મરચાં કે કારેલાં વગેરે.
૬૬. અશુભ સ્પર્શ ઃ જે કર્મના ઉદયથી શરીર કર્કશ, રૂક્ષ, ભારે સ્પર્શવાળું, જેમ કે જળ, સાગનાપાન, પારો વગેરે જીવના શરીર.
૬૭. આનુપૂર્વી : તિર્યંચાનું પૂર્વી-જેના ઉદયથી તિર્યંચમાં જતા જીવને ઉત્પત્તિક્ષેત્રે ગમન
થાય.
૬૮. નકાનૂપૂર્વી : જેના ઉદયથી નરકમાં જતાં જીવને ઉત્પત્તિ ક્ષેત્રે વક્રગતિએ જવું પડે
તે.
૬૯. વિહાયો ગતિ : વાંકી અશુભચાલ.
સ્થાવર દશક નામકર્મ ૦૦ થી ૦૯
૭૦.સ્થાવર : જેના ઉદયથી જીવ પ્રયોજન છતાં સ્વયં હાલી ચાલી ન શકે. ૭૧.સૂક્ષ્મ ઃ જેના ઉદયથી ચક્ષુ અગ્રાહ્ય શરીર મળે.
૬૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org