________________
૭૨.અપર્યાપ્ત ઃ જેના ઉદયથી જીવવાની જીવનશક્તિ પૂરી પ્રાપ્ત ન કરે. ૭૩. સાધારણ : જેના ઉદયથી એક શરીરમાં અનંત જીવો ભેગા રહે. ૭૪. અસ્થિર : જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. પાંપણ, જીભ, વગેરે ૭પ.અશુભ : નાભિના નીચેના અંગો અશુભ છે. ૭૬. દુર્ભગ : જેના ઉદયથી જીવ ઉપકારીને પણ અપ્રિય લાગે. ૭૭.દુઃસ્વર : જેના ઉદયથી કર્કશ સ્વર પ્રાપ્ત થાય. કાગડા, ગધેડા જેવો અવાજ. ૭૮.અનાદય : જેના ઉદયથી બોલેલું વચન અપ્રિય લાગે. ૭૯.અપયશ : જેના ઉદયથી સારું કરવા જાય છતાં અપયશ મળે. ૮૦.વેદનીય : જેના ઉદયથી અશાતા ઉત્પન્ન થાય. ૮૧.આયુષ્ય : જેના ઉદયથી નરકનું આયુષ્ય મળે. ૮૨.ગોત્ર : જેના ઉદયથી નીચ ગોત્રમાં જન્મ થાય જ્યાં ધંધો હલકો હોય. ધર્મના સંસ્કાર ન મળે. નામકર્મની ૩૪ અને વેદનીય આદિની ૩ કુલ – ૩૭.
નરક કરતાં તિર્યંચનું આયુષ્ય પુણ્યમાં ગયું છે. કારણ કે તિર્યંચના જીવો દુઃખી છતાં જીવવાની અબિલાષા રાખે છે. જ્યારે નરકના જીવો અત્યંત દુઃખને કારણે મરવા ઇચ્છે છે તેથી પાપનો ઉદય માનવામાં આવે છે.
પાપ કર્મના ઉદયથી જીવને દુઃખ અને પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે. ૧. જીવનું મૂર્ણપણું, કૃપણતા, દરિદ્રતા એ અનુક્રમે જ્ઞાનાવરણી, દાનાંતરાય અને
લાભાંતરાય કર્મનું ફળ છે. ૨. આહારની સામગ્રી, વસ્ત્રપાત્રાદિ સાધન મળવા છતાં જીવ ભોગાંતરાય અને
ઉપભોગવંતરાય કર્મના ઉદયથી તે ભોગવી શકતો નથી. તેમ શારીરિક શક્તિ હોવા
છતાં જીવનને ઉપયોગી કાર્યો કરી શકતો નથી. તે વિયંતરાય કર્મનો ઉદય છે. ૩. શોગ, રોગ, સંતાપ, વગેરે દુઃખો જીવને અશાતાવેદનીયનો ઉદય છે. ૪. નીચ વ્યાપારાદિ જેવા પ્રકારો કે નીચ ફળ તે નીચગોત્ર કર્મનું ફળ છે. ૫. તિર્યંચમાં અર્થાત જંતુ. પશુપંખીપણે તથા નારકપણે ઉત્પન્ન થવું તે અશુભ આયુકર્મનો
ઉદય છે. ૬. ક્રોધાદિ કષાયો થવા, શોક, ભય, કામનાનું ઉત્પન્ન થવું મિથ્યાભાવ થવા તે મોહનીય
કર્મનો ઉદય છે.
મોક્ષનું સુખ રવાધીન છે, જગતનું સુખ પરાધીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org