________________
000000
0
00000000000000000000
0
અનંતાનુ બંધી : અનંત = અનંત સંસાર, અનુબંધી – બાંધવાવાળા પરિણામ.
અપ્રત્યાખ્યાનીય : અ = નહિ, પ્રત્યાખ્યાન - ત્યાગવૃત્તિ = અંશે ત્યાગવૃત્તિ ન થાય.
પ્રત્યાખ્યાનાવરણઃ સર્વ પ્રકારે ત્યાગવૃત્તિને રોકનાર. સં = અતિ અલ્પ, જવલન = પ્રગટ થનારા કષાય = સંજવલન નોકષાય : નવ છે, તે કષાયની સાથે રહેનારા અને સહાય કરનારા છે.
૩ર થી ૪૦ = ૯નો -દેશથી અથવા કારણરૂપ. ૩૨. હાસ્ય : જેના ઉદયથી જીવને હાસ્ય ઊપજે અથવા હર્ષ થાય. ૩૩. રતિ ઃ જેના ઉદયથી જીવને મનગમતા વિષયમાં પ્રીતિ થાય. ૩૪.અરતિ ઃ જેના ઉદયથી અનિષ્ટ વિષય કે યોગમાં ખેદ થાય, દુઃખ માને. ૩૫.શોક : જેના ઉદયથી ઈષ્ટ વસ્તુના વિયોગમાં દુઃખ થાય અને અનિષ્ટ વસ્તુના
સંયોગમાં દુઃખ થાય. ૩૬. ભય : જેના ઉદયથી ભય ઉપજ્યા કરે, બીકણ થાય. ૩૭,દુગંછા જેના ઉદયથી મલિન – દુર્ગંધવાળી વસ્તુ જોઈને તિરસ્કાર ઊપજે. ૩૮.પુરુષ વેદ : જેના ઉદયથી જીવ સ્ત્રી ભોગ ઇચ્છે. ૩૯. સ્ત્રી વેદઃ જેના ઉદયથી જીવ પુરુષભોગ ઇચ્છ. ૪૦.નપુંસક વેદ : જેના ઉદયથી જીવ સ્ત્રી-પુરુષ બંનેનો સંગમ છે.
અંતરાય કર્મના ભેદો પાંચ છે. જે પાપના ઉદયરૂપ છે. ૪૧થી ૪૫ ૪૧. દાનાંતરાય ઃ જે કર્મના ઉદયથી દાનની સામગ્રી અને સુપાત્ર – પાત્ર હોવા છતાં
દાન કરવાની ઇચ્છા ન થાય. ૪૨. લાભાંતરાયઃ જે કર્મના ઉદયથી જગતની ભૌતિક સુખની સામગ્રીનો લાભ ન મળે. ૪૩. ભોગાંતરાયઃ જે કર્મના ઉદયથી આહારાદિની વસ્તુઓ જે એકવાર ભોગવી શકાય,
તે મળવા છતાં રોગાદિન્ને કારણે ભોગવી ન શકે. ૪૪. ઉપભોગવંતરાય : જે કર્મના ઉદયથી વસ્ત્ર, પાત્ર, સ્ત્રી વગેરે જે વારંવાર ભોગવી
શકાય તેની પ્રાપ્તિ ન થાય અને થાય તો તે પરવશતાને કારણે ભોગવી ન શકે. ૪૫.વીયતરાયઃ જે કર્મના ઉદયથી યુવાન કે નીરોગી હોય છતાં વ્રત, તપ કે શુભકાર્યો
કરવામાં ઉત્સાહ ન જાગે, પુરુષાર્થ કરી ન શકે. પાંચ અંતરાય કર્મો વિનરૂપ છે. પરમાર્થ દૃષ્ટિએ આત્મદર્શન - જ્ઞાન ચારિત્રમાં અંતરાયરૂપ આ કર્મ છે. ઉપર પ્રમાણે ઘાતી કર્મની ૪૫ પાપ પ્રકૃતિઓ જીવના ગુણને આવરણ કરનારી
%800000000000000
News
Jay Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org