________________
૧૩,પ્રચલા પ્રચલા : જે કર્મના ઉદયથી ચાલતાં ઊંઘ આવે (ઘોડા જેવાં પ્રાણી ચાલતાં ઊંઘે છે.)
૧૪. થીણદ્વી : જે કર્મના ઉદયથી દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રે ઉંઘમાં કરી આવે. જાગતા માણસની જેમ ઘરમાં હરે ફરે, તે વખતે હાથી જેવા પ્રાણીના દંતશૂળ કાઢી લે તેવું બળ હોય. વનમાં જઈ પશુઓને મારે.
આવી નિદ્રાના કર્મવાળો જીવ ઋષભનારાચ સંઘયણવાળો અને અર્ધવાસુદેવના બળ કરતાં અર્ધું બળ હોય. આ નિદ્રાવરણવાળો જીવ મરીને નરકગામી થાય છે. નિદ્રા જીવનેસુખરૂપ લાગે છે. છતાં આ પાંચ પ્રકારની નિદ્રા આત્માની દર્શનલબ્ધિને સર્વથા આવરે છે. માટે પાપરૂપ છે. આવરણરૂપ છે.
મોહનીચના ભેદ ૧૫ થી ૪૧ = ૨૬.
(દર્શનમોહનીય -૧, ચારિત્ર મોહનીય -૨૫) મિશ્ર મોહનીયમાં આયુ બંધ થતો નથી.
૧૫.દર્શન મોહનીયની મિથ્યાત્વ પ્રકૃતિ : જે કર્મના ઉદયથી જીવ સત્યમાર્ગને અસત્યરૂપ જાણે અને અસત્યને સત્યરૂપ જાણે તે વિપરીત બુદ્ધિ. સદેવ ગુરૂ ધર્મમાં અશ્રદ્ધાન અસદ્દદેવાદિમાં શ્રદ્ધાન. સ્વપરનો અવિવેક તે દર્શન મોહનીય છે.
ચારિત્ર મોહનીચના પચ્ચીસ ભેદો જેને કષાય કહેવામાં આવે છે.
કષાય ૧૬ નોકષાય ૯
૨૫
૧૬ થી ૧૯ : અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, અને લોભ = ૪
આ ચારે અતિ ઉગ્ર કષાયભાવ છે. જેના ઉદય વડે અનંત સંસારનું બંધન થાય. સમક્તિ રોકાય, નરકગતિ પ્રાપ્ત થાય. જીંદગી સુધી આ ભાવો ટક્યા રહે અને ભવાંતરે તે સંસ્કારરૂપે સાથે જાય.
=
૨૦ થી ૨૩ : અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ
= ૪
ઉપરના કષાયો કરતાં કંઈક મંદતા છે. જેના ઉદય વડે જીવને પ્રત્યાખ્યાન ત્યાગવૃત્તિ ન થાય. દેશવિરતિ ચારિત્ર રોકાય અને તિર્યંચગતિ પ્રાપ્ત થાય. આ પ્રકૃતિ એક વર્ષ સુધી ટકે.
૨૪ થી ૨૭ : પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ = ૪
જેના ઉદય વડે સાવધ વ્યાપારનો ત્યાગ થઈ શકે નહિ, તેથી સર્વ વિરતિને બાધક છે. અર્થાત્ સંસાર ત્યાગ ન થાય. અંશે ત્યાગવૃત્તિ રહે. કષાયની મંદતા થતાં પરિણામ શુભ રહે. મનુષ્યભવની પ્રાપ્તિ થાય. ચાર માસ રહે.
૨૮ થી ૩૧ : સંજવલન ક્રોધ, માન, માયા, લોભ = ૪
Jain Education International
-
અત્યંત મંદ કષાય છે. મુનિદશામાં, મહાત્મા, ત્યાગી, વૈરાગીને પરિષહ ઉપસર્ગાદિમાં જેના ઉદય વડે આકુળતા થાય. શબ્દાદિ ઇષ્ટ - અનિષ્ટ વિષયોમાં કંઈક રૂચિ અરૂચિભાવ થાય. પૂર્ણ શુદ્ધ ચારિત્રને (યથાખ્યાત) રોકે. દેવગતિ પ્રાપ્ત થાય. પંદર દિવસ રહે.
૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org