________________
વખતે વિધર્મીઓ પુરા ફાવી શકયા નહિ. માલવ અને મરૂભૂમિ વિરક્ષત્રીય વડે ઉજ્જવળ હતી. અને અન્ય હિંદુઓ પણ ધર્મરક્ષા કરતાં કરતાં વટાળ પ્રવૃત્તિની ગોઝારી છાયા સારા રાષ્ટ્રમાં ધીરે ધીરે ફેલાઈ રહી હતી પરંતુ મેં આવા કલહને આ કથામાં કોઈ
સ્થાન આપ્યું નથી. તે કાળે માલવ અને તેની આસપાસના પ્રદેશમાં વિશ્રી રમતી હોવાથી વિધર્મીઓની વટાળપ્રવૃત્તિ વેગ પકડી શકી નહતી.
એ ગમે તે હોય, દેદાશાહનું આ કથાનક વાંચનારના હૈયામાં સદાચાર, સંસ્કાર અને ધર્મ પ્રેમની રેખા દોરવામાં અપાંશે પણ સફળ થશે તે આજની ભૌતિક ભૂતાવળથી ઘેરાયેલા યુગમાં એક સાદગીભર્યા જીવનને ધબકાર ઊભું કરી શકાશે અને મારા પ્રયત્નને પણ બળ મળશે. કથા લેખકે કેવળ ઈતિહાસને વફાદાર રહેવાનું હોય છે અને ઈતિહાસનું ખંડન ન થાય તે રીતે અતિહાસિક કાળની પરિસ્થિતિ, સમાજરચના અને કથાને બળ આપે તે પ્રકારની કપનાને પણ સહારો લેવો પડે છે. મેં પણ આ કથાને એ રીતે જ મઢી છે. હવે જે કંઈ કહેવાનું છે તે આ કથાને જ કહેવા દે...
ગરીબી હટાવોની આધુનિક યુગની ધમાચકડીમાં આ કથા પ્રેરક બનશે તેવી આશા સાથે મારા પ્રેરણાદાયી વાંચકમિત્રો, વિદ્વાનમિત્ર અને પુ. ગુરૂદેવેને હું આ તકે હાર્દિક આભાર માનું છું.
આમ તો મેં મારા શુદ્ર માનવજીવનમાં લગભગ ૧૪૫ કથાઓથી વધુ કથાનકોની રચના કરી છે. અને આજ એકેતેરમા વર્ષે પણ હારી વાર્તા લખવાની ભાવનામાં ઓટ નથી આવ્યો એ બદલ હું વાણી દેવી શ્રી સરસ્વતીને ઋણી છું એમની કૃપા વગર હું એક ડગલું પણ આગળ વધી શકત નહિ. કરણુપુરા : ધામી નિવાસ, રાજકોટ : કારતક સુ. ૧૫. ૨૦૩૨ વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org