________________
થોડી પળો માટે
મેં મહામંત્રી પેથડશાહ લખવાને વિચાર કર્યો પરંતુ તેમના પિતાશ્રી દેદા શાહનું જીવન મને ઘણું ભવ્ય લાગ્યું એથી દેદાશાહ લખાયું.
દેદ શાહ માલવ અને મરૂ પ્રદેશની ભૂમિ પર થઈ ગયા હતા. લગભગ ૧૩મી સદીમાં મારા મનમાં થયું કે મેં ઘણા કથાનકે ગુજરાતના ચરણે ધર્યા છે પણ સાદાઈમાં સુખ માનનાર સદાચારી ધર્મપ્રેમી, સસ્કારી, નિર્લોભી અને વચનને વળગી રહેવામાં કર્તવ્ય સમજનારો એક આદર્શ શ્રાવક કેવો હોવો જોઈએ તે વાત જે મારે ઝીલવી હોય તે શ્રી દેદા શાહનું કથાનક સત્તમ છે. પણ આ પહેલાં મેં ભાવડશાહ, જાવડશેઠ લખ્યા હતા પરંતુ દેદા શાહનું ચારિત્ર મારા હૃદયમન પર છવાઈ ગયું અને મેર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ દૈનિક “જયહિંદીમાં ધારાવાહિક રૂપે દેદા શાહનું કથાનક લખવું શરૂ કર્યું. આઠ દશ પ્રકરણે છપાયા પછી મારા પર વાચક– મિત્રેના પ્રેરણભર્યો પત્ર આવવા માંડ્યા. લખવાની ઇચ્છા હતી પેથડશાહની પરંતુ લખાઈ ગયું દેદા શાહ અને તે પણ એટલું આકર્ષક બન્યું કે તેની પહેલી આવૃત્તિ ટુંકાગાળામાં પૂરી થઈ ગઈ અને મેંઘવારીએ ચારે દિશાએથી ભરડો લીધે. કાગળના ભાવ, છાપકામના ભાવ અને બાંધણના ભાવ આસમાને પહોંચ્યા.
આમ છતાં મારા પ્રકાશક શ્રી નવિનચંદ્ર દેદા શાહની નવી આવૃત્તિ પ્રગટ કરવાનું સાહસ કર્યું છે.
જે યુગની આ કથા છે તે યુગમાં આપણા દેશ પર વિધમએના નાના મોટા આક્રમણો થયા કરતા. ગુજરાત, સિંધુ, કચ્છ, પંજાબ આદિ પ્રદેશોમાં વટાળ પ્રવૃતિ અને સીતમની ઝડીઓ વરસી રહી. જ્યાં જ્યાં હિંદુ જાતિ બળવાન, સશકત હતી ત્યાં ત્યાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org