SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ આશીર્વાદનાં ફૂલ... ૩૦૩ જોવા આવનારી સ્ત્રીઓ જાણે આશ્ચર્યચકિત બની જતી. તે કાળનાં રિવાજ પ્રમાણે કન્યાઓનાં દાંત પોથી વડે રંગવામાં આવતા હતા અને આછા ઘેરા ગુલાબી દાંત ખરેખર દાડમની કળીની ઉપમાને સાર્થક કરી રહ્યા હતા. સ્ત્રીઓ તે પ્રથમણિનું રૂપ જોઈને મુગ્ધ બની જ ચૂકી હતી અને દરેક જેવા આવનારીઓએ વિમલશ્રીને ધન્યવાદ આપતાં કહ્યું પણ ખરું “શેઠાણુજી, પુણ્યોદય વગર આવી વહુ મળવી દુર્લભ છે. ખરેખર આપના પુણ્ય પ્રકાશવંત છે.” સ્ત્રીઓની વાત સાચી હતી. નીતિ શાસ્ત્ર પણ એમ જ કહેતું હતું કે, પત્ની, બાળકો, પુત્રવધૂ, દાસદાસીઓ વગેરેની પ્રાતિ પાછળ પુણ્યબી સવિશેષ કામ કરતું હોય છે. પુણ્ય વગર ઉત્તમ વસ્તુ પ્રાપ્ત નથી થતી તેમ ઉત્તમ માનવીઓનો સંગ પણ થતો નથી. ભોજનને સમય થઈ ગયો હતો. એ માટે થાળીઓ પણ મૂકાઈ ગઈ હતી અને સૂર્યાસ્ત પહેલાં રડાનું કામ સમાપ્ત થવું જોઈએ એ જેનોને એક પ્રચલિત નિયમ હતો. રાત્રિના પ્રથમ પ્રહર પછી પ્રથમણિ પડોશની બે સમવ્યસ્ક બહેને સાથે ઉપરના ખંડમાં ગઈ. કહે કે વિમલશ્રીએ પરાણે મેકલી. પ્રત્યેક નવપરિણિત નરનારનાં ઉરમાં વિધવિધ ઉમંગે ઉભરાતા હોય છે. આશાઓ નાચતી હોય છે, મિલનનાં કાવ્ય ગુંજતાં હોય છે. બે નવી બહેનપણીઓ સાથે પ્રથમણિ જીવનની મધુર વાતમાં મગ્ન બની ગઈ આ તરફ પેથડકુમાર પણ પિતાના મિત્રો સાથે વિવિધ વાતમાં મગ્ન બની ગયું હતું. કેઈ જુવાન પોતાના અનુભવની પહેલી રાતની વાત કરે તો કઈ જુવાન સ્ત્રીના રૂપથી ન અંજાઈ જવાની સલાહ આપો. કોઈ વળી એમ પણ કહે કે જે પ્રથમ મિલન વખતે પુરુષ સ્ત્રીથી દબાઈ જાય તે જીવનભર તે દબાયેલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy